નવી દિલ્હીઃ નોકરિયાત વર્ગમાં કેટલાક લોકોનો પીએફ કપાતો હશે. આવા લોકોને પોતાનો પીએફ જમા થાય છે કે નહીં તે અંગે જાણકારી મળવવી હવે સરળ બની ગઈ છે. કોરોના કાળમાં તમે ઘરે બેઠા જ તમારા પીએફ બેલેન્સ અંગે જાણકારી મળવી શકો છો. આમ તો ઈપીએફની વેબસાઈટ ઉપર બેલેન્સ જાણી શકાય છે. પરંતુ આનાથી પણ વધારે સરળ રીતે મિસ્ક કોલ કે એસએમએસ પણ છે.
તમે એક મિસ્ડકોલ કરી પીએફ બેલેન્સ જાણી શકો છો. એના માટે તમને પોતાના પીએફ એકાઉન્ટમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર 011-22901406 પર મિસ્ક કોલ કરવાનો રહેશે. ત્યાર પછી તમારી પાસે એક મેસેજ આવી જશે જેમાં તમારા એકાઉન્ટમાં હાજર પીએફના પૈસાની જાણકારી મળી જશે.
આ ઉપરાંત તમે એક મેસેજ કરીને પણ પીએફ બેલેન્સ જાણી શકો છો. જો કે આ બંને સેવાઓ માટે તમારો યુએનએ(યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવ હોવો જોઈએ. જો તમે SMS દ્વારા પીએફ બેલેન્સ જાણવા માંગો છો તો EPFOHO UAN ટાઇપ કરી 7738299899 પર મોકલી આપો. આ સેવાનો લાભ તમને હિન્દી, અંગ્રેજી સહીત 10 ભાષામાં લઇ શકો છો. જો તમારે હિન્દીમાં લાભ લેવો હોઈ તો તમે EPFOHO UAN HIN ટાઈપ કરી 7738299899 પર મેસેજ કરો.
અલગ-અલગ ભાષા માટે કોડ
અંગ્રેજીમાં કોઈ કોડ નથી
હિન્દી – HIN
પંજાબી – PUN
ગુજરાતી – GUJ
મરાઠી – MAR
કન્નડ – KAN
તેલુગુ – TEL
તામિલ – TAM
માલિયાલમ – MAL
બંગાળી – BEN