બોલીવુડ અભિનેતા સલમાન ખાન સામે 2002ના મુંબઈ હિટ એન્ડ રન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મહારાષ્ટ્ર સરકારે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.
બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનને હિટ એન્ડ રન કેસ મામલે નિર્દોષ જાહેર કર્યો હતો. ત્યારે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે દુર્ઘટના સમયે સલમાન ગાડી ચલાવી રહ્યો હતો અને તે નશાની હાલતમાં હતો તેવા આરોપો સાબિત થયા નથી.
હિટ એન્ડ રનની ઘટના 28 ઓક્ટોબર 2002ની છે. જેમાં મુબંઈના બાંદ્રા વિસ્તારમાં એક દુકાનની બહાર સડક પર પાંચ લોકો પર સલમાન ખાનની લેંડ ક્રુઝર કાર ચઢી ગઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે ચાર ગંભીર રીતે ઘવાયા હતા.