બ્યૂનસ એર્સઃ ફૂટબોલર લાયોનલ મેસ્સીની બ્યૂનસ એર્સ સ્થિત મૂર્તિને બીજી વખત તોડી નાખવામાં આવી છે. પોલિસે જણાવ્યું હતું કે મૂર્તિને ખંડિત કરનારાઓની હજી સુધી કોઇ જાણકારી નથી. પહેલાં પણ જાન્યુઆરીમાં મૂર્તિને કમરથી ઉપરના ભાગથી તોડી નાખવામાં આવી હતી. પ્રશાસને તેની મરામત કરીને કેટલાક દિવસ બાદ મૂર્તિને ફરીથી સ્થાપિત કરી હતી. હવે ફરી એકવાર મેસ્સીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે.
