અબુધાબી: યુએઇએ અબુધાબી જૂડો ગ્રાન્ડસ્લેમ દરમિયાન ઇઝરાયલના ખેલાડી સાથે થયેલા ભેદભાવ અંગે માફી માગી છે. યુએઇ જૂડો ફેડરેશનના બે અધિકારીઓએ રવિવારે ઇઝરાયલ જૂડો એસોસિયેશના પ્રમુખ મોશે પોંટે સાથે મુલાકાત યોજીને ભેદભાવ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. ગયા સપ્તાહે જૂડો ગ્રાન્ડસ્લેમ દરમિયાન યૂએઇ અને ગ્રીસના બે ખેલાડીઓએ ઇઝરાયલી ખેલાડી સાથે હાથ મિલાવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે ઇઝરાયલના એક ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હોવા છતાં ટૂર્નામેન્ટના આયોજકોએ તેના દેશનું રાષ્ટ્રગીત વગાડ્યું નહોતું.
