સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાથી સીએનજીના ભાવમાં પણ ભડકો થશે સાથે સાથે રસોઈ ગેસની કિંમત પણ વધશે. તેના સિવાય વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. ઘરેલુ વિસ્તારોથી ઉત્પાદિત કુદરતી ગેસની કિંમત હવે 2.89 ડોલરથી વધારીને MBTU 3.06 ડોલર પ્રતિ MBTU થઈ છે. તે બે વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચ્યું છે. અાનાથી સીએનજી અને રસોઈ ગેસની કિંમતમાં તોતીંગ વધારો જીકાશે.
તે વધારો એક એપ્રિલ થી છ મહિના માટે કરવામાં આવ્યો છે. હમણાં તે 2.89 ડોલર છે.પેટ્રોલિયમ મંત્રાલયની પેટ્રોલિયમ યોજના અને એનાલિસિસ પરફેક્ટથી આગળની સૂચનાઓ અનુસાર હોમ ફિલ્ડથી ઉત્પાદિત મોટાભાગના કુદરતી ગેસનો ભાવ એપ્રિલથી 3.06 ડોલર પ્રતિ એકમ (પ્રતિ 10 લાખ બ્રિટીશ થર્મલ યુનિટ)થશે.
સરકાર વર્ષમાં બે વાર કુદરતી ગેસની કિંમતો જાહેર કરે છે.અા પહેલાં સરકારે ઑક્ટોબર 2017 થી માર્ચ 2018 સુધીમાં ગેસના ભાવમાં વધારો 2.89 ડોલર પ્રતિ એમબીટીયુ કર્યો હતો.