2017ની સાલના પ્રથમ ત્રણમાં 13ટકા તથા બીજા ત્રિમાસિક ગાળામાં પ્રવાસીઓની સંખ્યા 18 ટકા જેટલી ઘટી ગઇ યુ.એસ. નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમના અહેવાલ મુજબ જાણવા મળ્યુ હતુ
ટ્રાવેલ વીઝા મેળવી અમેરિકાના પ્રવાસે જતા ભારતીયોની સંખ્યામાં 2017ની સાલના પ્રથમ 6 માસમાં 12.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે છેલ્લા વર્ષમાં ભારતમાં લેવાયેલા 2 ક્રાંતિકારી નિર્ણયો જેવા કે નોટબંધી તથા જીએસટીની અસર જવાબદાર હોઇ શકે તેવું અનુમાન કરવામાં આવે છે.
2017ની સાલના પ્રથમ 3 માસમાં 12.9 ટકા જેટલા ઘટાડા બાદ એપ્રિલથી જુન સુધીના બીજા ત્રિમાસીક ગાળામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 18.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો તેવો અહેવાલ તાજેતરમાં યુ.એસ.નેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઓફિસ દ્રારા બહાર પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.