પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. ઓઇલની કિંમત ઓછી હતી ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો, જો કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે છતાં કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. એટલું જ નહીં ગ્રાહકો પરનુ ભારણ ઓછું કરવા માટે રાજ્ય સરકાર પણ VAT ઘટાડવા તૈયાર નથી.
ઓઇલ મિનિસ્ટર ધરમેન્દ્ર પ્રધાને કહ્યું કે, “પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઇન્ટરનેશનલ કોમોડિટી છે. જેથી જ્યારે પણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો નોંધાય ત્યારે ઘરેલૂ માર્કેટમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થતો હોય છે. ભારત એ ગ્રાહક સંવેદનશીલ દેશ છે. અમને ચિંતા છે અને તેના પર નજર રાખી રહ્યા છીએ.” એજન્સીના રિપોર્ટ મુજબ સોમવારે સાંજે ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અધિયાએ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા મામલે હાથ અદ્ધર કરી લીધા હતા. તેમણે કહ્યું હતું કે, “અત્યારે નહીં, પણ ગમે ત્યારે અમે એક્સાઇઝ ડ્યૂટી રિવ્યૂ કરશું ત્યારે તમને જાણ કરી દઇશું.”
જાન્યુઆરી બાદ પહેલી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતો આ સપાટીએ પહોંચી. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઇ છે. રશિયા અને ઇરાન સહિત પશ્ચિમિ દેશોનું ટૅન્શન વધી જશે, માર્કેટ સપ્લાયમાં બેલેન્સ રાખવા માટે ઓપેક અને યૂએસ સેલ ઇન્ડસ્ટ્રી વચ્ચે બેઠક મળનાર હોવાથી ઓઇલ કિંમતો હજુ પણ રડાવશે. પ્રધાને કહ્યું કે, મોટર ફ્યૂલને જીએસટી અંતર્ગત લાવવાનો આ યોગ્ય સમય હતો. કહ્યું કે, “જીએસટી ફ્રેમવર્કમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને ઉમેરવામાં આવે તે માટે હું જીએસટી કાઉન્સીલને અપીલ કરી રહ્યો છું.”
નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન સરકારે પેટ્રોલ પર લીટર દીઠ 11.77 અને ડીઝલ પર લીટર દીઠ 13.47 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. ગ્રાહકો ઓગસ્ટ 2017થી પેટ્રોલ-ડીઝલ માટે સતત વધુ કિંમત આપી રહ્યા છે. તે સમયે પેટ્રોલમાં લીટર દીઠ 7.80 અને ડીઝલમાં લીટરદીઠ 5.70નો ભાવ વધારો થયો ત્યારે 3 ઑક્ટોબરના રોજ સરકારે લીટરદીઠ 2 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. આ વખત કર્ણાટકમાં 12મી મેના રોજ યોજાનાર ચૂંટણી પહેલાં સરકાર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી શકે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.