સિંગાપોર : વર્લ્ડ નંબર વન શટલર તાઇ ઝુ યિંગે રવિવારે અહીં રમાયેલી મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની નાઝોમી ઓકુહારાને હરાવીને સિંગાપોર ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. યિંગે ફાઇનલમાં ઓકુહારાને સીધી ગેમમાં 21-19, 21-15થી હરાવી હતી. ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલિસ્ટ ઓકુહારાઍ 3,55,000 અમેરિકન ડોલરની ઇનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને અને ક્વાર્ટર ફાઇનલમાં સાઇના નેહવાલને હરાવી હતી.
ફાઇનલમાં પ્રથમ ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે જારદાર ટક્કર જાવા મળી હતી અને યિંગે ઍ ગેમ જીતવા માટે ખાસ્સી મહેનત કરવી પડી હતી. જા કે અંતિમ ક્ષણ સુધી તેણે પોતાનો સંયમ ગુમાવ્યો નહોતો અને સરસાઇ મેળવી લીધી હતી. બીજી ગેમમાં તાઇવાનની ખેલાડીઍ ઍ દર્શાવી દીધું કે તે કેમ નંબર વન છે. ઍક સમયે સ્કોર 10-10ની બરોબરી પર હતો. ત્યારે ઍવું લાગતું હતું કે હવે મેચ ત્રીજી ગેમ સુધી ખેંચાશે. જો કે તે પછી યિંગે પોતાની રમતને વધુ ધારદાર બનાવીને હરીફને કોઇ તક આપ્યા વગર ઍ ગેમ પોતાના નામે કરી હતી.