રાજ્યભરમાં હવેથી સ્વાઇન ફ્લૂના દર્દીઓ સિઝનલ ફ્લૂના દર્દી તરીકે કેસ પેપરમાં નોંધાશે, કારણ કે રાજ્ય સરકારે હવે સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂનું સત્તાવાર નામ આપ્યુ છે.
આ અંગે આરોગ્ય વિભાગના હેલ્થ નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં હવે સ્વાઇન ફ્લૂ સિઝનલ ફ્લૂના નામથી ઓળખાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સૂચના બાદ ભારત સરકારે રાજ્યને કરેલી ભલામણના આધારે આ નિર્ણય લેવાયો છે.
બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને સ્વાઇન ફ્લૂ પોિઝિટવ આવ્યા બાદ તેને અધૂરી સારવારે અન્ય હોસ્પિટલમાં રિફર કરી શકાશે નહીં. જો એવું થશે તો એપિડેિમક એક્ટ-૧૮૯૭ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે.
રાજ્યના તમામ નોડલ ઓફિસર સાથે સિઝનલ ફ્લૂના મુદ્દે તેમજ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આજે એક મિટિંગ યોજાઇ છે, જેમાં તેઓને સ્વાઇન ફ્લૂના બદલે સિઝનલ ફલૂ કેસ પેપરમાં લખવા માટે જણાવવામાં આવશે.
વર્ષ ર૦૦૯માં એચ૧ એન૧ના ઘાતક વાઇરસને સ્વાઇન ફલૂ તરીકે જાહેર કરાયો હતો. WHOઅે વૈજ્ઞાનિક કારણસર સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂ નામ આપ્યું છે. હવે આરોગ્ય વિભાગ પણ તેને સિઝનલ ફ્લૂ તરીકે ઓળખશે તેવું નાયબ નિયામક એપિડેિમક ડો. દિનકર રાવલે પણ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીમાર નાગરિકો સમયસર સારવાર શરૂ કરે તે માટે તકેદારી રખાશે. જો ૪૮ કલાકમાં એિન્ટ વાઈરલ દવા ન લેવાય તો તે રોગ અન્યમાં ફેલાય છે.