વર્લ્ડ બેન્ક દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં નાણાંકીય સમાવેશમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને ખાતાધારકોની સંખ્યા જે 2011માં 35 ટકા હતી તે 2014માં વધીને 53 ટકા થઇ હતી. 2017માં આ સંખ્યા વધીને 80 ટકા થઇ ગઇ છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં ગુરુવારે આ જાણકારી આપવામાં આવી હતી.જો કે ખાતાધારકોની સંખ્યાં 2011માં 35 ટકાથી વધીને 2017માં 80 ટકા થઇ ગઇ છે.
ખાતાધારકોની વધુ સંખ્યા હોવા છતાં ભારત અને ચીનમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે બેન્કિંગ સેવાઓથી વંચિત છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વયસ્કો બેંકિંગ સેવાથી વંચિત છે આ આંકડો 19 કરોડ છે. જો કે તેમાં કહેવામાં આવ્યું છે કે જનધન યોજના નિતિથી દેશમાં ખાતાધારકોની સંખ્યા નાટકિય રૂપે વધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2014થી 2017 વચ્ચે દુનિયાભરમાં 51.4 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યાં છે.
અામ છતા ભારતમાં હજુ પણ 19 કરોડ લોકો બેન્કિંગ સેવાથી વંચિત છે.