એમઆરપી કરતાં વધુ કિંમત વસૂલવાની ફરિયાદો સતત વધી રહી છે. કન્ઝ્યુમર મિનિસ્ટ્રીએ તેનો ઉકેલ લાવવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેની અંતર્ગત એમઆરપીથી વધુ કિંમત વસૂલવા પર હવે પાંચ લાખ રૂપિયાના દંડની સાથે સાથે બે વર્ષની જેલ પણ થઇ શકે છે.
વધતી ફરિયાદોને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર કાયદામાં સુધારા કરવા જઇ રહી છે.સલાહકાર સમિતીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.આ બેઠકમાં દંડ અને સજામાં વધારો કરવા પર સહમતિ થઇ હતી. તેના અંતર્ગત મંત્રાલયે એમઆરપીથી ધુ કિંમત વસૂલવા પર સખત પગલા લેવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
હાલના સમયમાં એમઆરપીથી વધુ કિંમત વસૂલવા પર એક વર્ષની સજાની જોગવાઇ છે. હવે તેને 1 વર્ષ, 1.5 વર્ષ અને 2 વર્ષ સુધી કરવાનો પ્રસ્તાવ છે. 1 જુલાઇ 2017થી 22 માર્ચ 2018 સુધી કન્ઝ્યુમર મિનિસ્ટ્રીને 636 ફરિયાદો મળી છે.