યાત્રાનું રાજકારણ કે રાજકારણની યાત્રા ? જનસંપર્કથી જનસમર્થન યાત્રા કે પછી સત્તા યાત્રા? એવા સવાલો દરેક મતદારોના મનમાં સતત પડઘાતા રહે છે. પણ આ વખતની કોંગ્રેસની પદયાત્રા અને ભાજપની વાહન યાત્રાનો જંગ લોકસભાની ચૂંટણી 2024 માટે શરૂ થયો છે.
દિલીપ પટેલ દ્વારા
ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યાત્રાએ ઈગ્લેન્ડની સત્તાને પડકાર ફેંક્યો હતો અને નિર્ણયો લેવા પડ્યા હતા. ગાંધીજીની બીજી પદયાત્રા દાંડી યાત્રા હતી. જેણે અંગ્રેજોની સત્તા ઉખેડી હતી.
ભાજપ ક્યારેય પદ યાત્રા કરતો નથી તેઓ કાયમ વાહન યાત્રા કરે છે. જેમાં વૈભવી સગવડો હોય છે.
ગાંધીજીએ પદયાત્રાની પરંપર શરૂ કરી હતી. તે આજે પણ ચાલું છે. જેમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા છે. ભાજપની ગુજરાતના સોમનાથથી અયોધ્યા યાત્રા સત્તા પ્રાપ્તીનું હથિયાર બની ગયું હતું. આવું જ ફરી એક વખત રાહુલ ગાંધીએ ચાલીને ભાજપની સત્તાને પડકા ફેંક્યો છે. પહેલા ભાગની 4 હજાર કિલો મીટરની અને બીજા ભાજગની એટલા જ કિલોમીટરની પદયાત્રા તેઓ લોકસભાની ચૂંટણી પહેલાં કરવાના છે. જે સત્તા પરિવર્તન માટે પડકાર ફેંકી શકે છે.
ગુજરાતમાં ચૂંટણીમાં ગમે તેટલા વિવાદો, યાત્રા, રેલી, પ્રજાના પ્રશ્નો ઊભા કરવામાં આવે પણ આ વખતની ચૂંટણીમાં તે કોઈ કામમાં આવવાનું નથી. કારણ કે ચૂંટણીમાં પૈસાનો વિજય થવાનો છે. 2012, 2014, 2017, 2019, 2022માં ધનનું મહત્વ હતું તેનાથી 2024ની ચૂંટણીમાં ધનનું મહત્વ અનેક ગણું છે.
ધનથી જ ધન મેળવવાની આ ચૂંટણી છે. જેમાં યાત્રાઓ પણ શરૂ થઈ છે. યાત્રાઓ અમુક અંશે પાર્ટીના કાર્યકરોને ઉત્સાહિત કરવા માટે કામ કરી શકે છે, પરંતુ તેઓ મતદારોની પસંદગી પર મર્યાદિત પ્રભાવ ધરાવે છે. છતાં અનેક યાત્રાઓએ સરકારો બદલી છે. આવું જ 2024માં થશે કે કેમ તે લોકો હવે રાહ જોઈ રહ્યાં છે.
પક્ષોની યાત્રા
રાજકીય નેતાઓ અને પક્ષો વિવિધ સમયે પદયાત્રાઓ અથવા વાહરથ યાત્રા કરી મુસાફરી કરતા રહ્યાં છે. નેતાઓ યાત્રા કે રોડ શો કરે છે. સભા, ટોળા, દર્શકોને સંબદોધીને લોકો સુધી પહોંચવાનો આ કાર્યક્રમ થાય છે.
સરળ રાજકારણ મુજબ પદયાત્રા વ્યૂહરચના સફળ થઈ શકે છે. સ્થાનિક મુદ્દાઓ સાથે જ વ્યૂહરચના ઘડવી પડે છે. રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારને સફળતાપૂર્વક આગળ ધપાવવા યાત્રા જરૂરી બની ગઈ છે. યાત્રાના દરેક પગલાંને ખૂબ જ રસથી જોવામાં આવે છે.
રાજ્યને ખરેખર એક નવી દૃષ્ટિ અને દિશાની જરૂર છે. સારાં કામ થયાં છતાં સામાજિક-આર્થિક પરિમાણોમાં પાછળ છે. રાજ્યના રાજકારણમાં અથવા રાષ્ટ્રીય રાજકારણ પર પદયાત્રાની શું અસર થશે તે અંગે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. દેશમાં રાજકીય વ્યૂહરચના તૈયાર કરતી હવે ઘણી એજેંસીઓ છે. વિવાદ દ્વારા પ્રચાર એ રાજકિય પક્ષોને ફાવી ગયું છે.
રાજકીય નેતાઓ મહત્ત્વાકાંક્ષી હોય છે. સ્થાપિત, કઠોરતામાંથી પસાર થાય તો લોકો ચાહે છે એવું તેઓ માને છે. આરામ ભૂલી પદયાત્રાનો કઠિન પંથ સ્વીકારે છે. નેતાઓને લોકો સાથે સીધો સંપર્ક કરવા અને જોડવામાં મદદ મળે છે. સોશ્યલ મીડિયા અને ડિજિટલ કનેક્ટના આ દિવસોમાં પણ માણસોને રૂબરૂ મળવું પડે છે. પ્રજા બંને પર કાયમી અસર કરે છે. પદયાત્રાઓ ચાલુ રહેશે અને સત્તાની યાત્રાઓ બનતી રહેવાની છે.
લોકસભા ચૂંટણી એપ્રિલ કે મે 2024માં ઈવીએમના મતદાન સાથે જ યોજાશે. તેથી ભાજપને પુરો ભરોષો જીતનો છે. છતાં ભાજપ શાસિત રાજ્ય ગુજરાતની પ્રજા માટે 10 વર્ષમાં મોદી સરકારે કરેલા સારા કામ પ્રજા વચ્ચે લઈ 33 જિલ્લાની 26 લોકસભા બેઠક પર રથ કાઢ્યા છે.
જનસંપર્કથી જનસમર્થન યાત્રા સાથે મિસકોલ કરો અને ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 26 લોકસભા બેઠક ઉપર 26 રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જે કેન્દ્ર સરકારે કરેલા 9 વર્ષના કાર્યોનો લોકો વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કરશે.
જનસંપર્ક વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. 24 જૂન 2023થી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 26 લોકસભાના રથનો પ્રારંભ કરાવ્યો હતો. 24 જૂનથી સાત દિવસ સુધી 26 લોકસભાની તમામ 182 વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાનો રથ ફર્યો હતો. ભારતમાં સરકારની યોજનાના ટેમ્પ્લેટ પણ રાખવામાં આવ્યા હતા.
ઘર ઘર સંપર્કની રણનીતિ ઘડવામાં આવી હતી. ભાજપ હજારો કાર્યકરોને ગ્રાઉન્ડમાં સંપર્ક માટે 51,931 કાર્યકરો એટલાં વિસ્તારમાં મેદાનમાં હતા. 2019માં ભાજપે આપેલા ચૂંટણી ઢંઢેરાના વચનોના કેટલાં કામો કર્યા તેની વિગતો પત્રિકામાં આપી હતી. અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જ ખરેખર તો યાત્રા હતી.
હવે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલે પણ યાત્રા કાઢી છે.
ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીની પહેલી ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તર તરફની હતી, જ્યારે બીજી યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફની થશે.
7 સપ્ટેમ્બર 2022 કન્યાકુમારીથી 30 જાન્યુઆરી 2023માં શ્રીનગર સુધી રાહુલ ગાંધી તેમની પદયાત્રાના પ્રથમ તબક્કા થઈ હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી 136 દિવસમાં 3,970 કિમી ચાલ્યા હતા. જેમાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના કદમતાલે ચાલનારાઓમાં તેમની પાર્ટીના ટોચના નેતાઓ તેમજ બોલીવૂડ કલાકારો સહિત અલગઅલગ ક્ષેત્રના લોકો હતા. આ યાત્રાએ રાહુલ ગાંધીની છબી પ્રજામાં સાબ બદલાઈ ગઈ હતી.
રાહુલ ગાંધીએ તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબમાંથી પસાર થઈને કાશ્મીર સુધી કરી હતી.
2023માં 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ફરી એકવાર ‘ભારત જોડો યાત્રા’ પર નીકળવાના છે. ગુજરાતથી શરૂ થયેલી તેમની પદયાત્રાના આ બીજા તબક્કામાં તેઓ પૂર્વોત્તર રાજ્ય મેઘાલય સુધી પદયાત્રા કરવાના છે.
રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 5 મહિનાની ભારત જોડો યાત્રા તાજેતરના વર્ષોમાં સૌથી લાંબી યાત્રા હતી.
ભાજપ તેની વિચારધારામાં મજબૂત કેડર બેઝ ધરાવે છે. કોંગ્રેસને ખબર નથી કે તેનો સામનો કેવી રીતે કરવો. તેથી જ રાહુલ ગાંધી ક્યારેક બિનસાંપ્રદાયિકતાનો તો ક્યારેક સોફ્ટ હિન્દુત્વનો આશરો લે છે.
1982માં તેલુગુ દેશમના નેતા અને ફિલ્મ સ્ટાર એન. ટી. રામા રાવે શેવરોલે વાહનરથ બનાવીને 35 હજાર કિલો મીટર‘ચૈતન્ય રથમ’કાઢ્યો હતો.
સમાજવાદી નેતા ચંદ્રશેખરની પદયાત્રા કન્યાકુમારીથી રાજઘાટ સુધી 6 જાન્યુઆરી 1983થી 25 જૂન 1983માં પૂરી થઈ હતી.
1975માં ઈન્દિરા ગાંધીએ દેશની આંતરિક કટોકટી લાદી હતી.
5 મહિના પીવાનાં પાણી, પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને અનુસૂચિત જાતિ/જનજાતિના કલ્યાણ વિશે વાત કરતાં 4200 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો. તે રાજકિય ન હતી. વૈચારિક રાજનીતિનું આ એક અલગ પૃષ્ઠ ગણાય.
1987માં સુનીલ દત્તે 78 દિવસની 2 હજાર કિલો મિટરની યાત્રા કાઢી હતી. પંજાબમાં હિંસાત્મક આતંકવાદ ચરમસીમાએ હતો.
1990 સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં જોરશોર પ્રસિધ્ધિ સાથે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા રામ જન્મભૂમિ રથ રથયાત્રા હતી. આ યાત્રા રાષ્ટ્રીય રાજકારણમાં મંડલ-કમંડલની તકરાર વચ્ચે આવી હતી. જેની સાથે શ્રીરામ જન્મ ભૂમિ સ્થળે રામ મંદિરના સમર્થનમાં ભાજપને ટેકો મળ્યો. આગળ વધતાં તે ટકાઉ મુદ્દો બની ગયો. યાત્રાને જનસમર્થન મળ્યું. રથયાત્રા અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. પરિણામે, ભાજપે રાષ્ટ્રીય મોરચાની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. વી.પી. સિંહ સરકાર પડી. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર દેશના આગામી વડાપ્રધાન બન્યા હતા.
1991-92માં ભાજપ પ્રમુખ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી શ્રીનગર રાષ્ટ્રીય એકતા યાત્રા કરી હતી. પ્રજાસત્તાક દિવસે તિરંગો લહેરાવ્યો હતો.
2003માં આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પહેલાં વિપક્ષના નેતા વાય.એસ. રાજશેખર રેડ્ડીએ ‘પ્રજા સંકલ્પ યાત્રા’3 મહિના સુધી 1500 કિ.મી. સુધી ચાલીને ગ્રામીણ લોકો કે ખેડૂતો સાથે જોડાયા હતા. જેનાં પરિણામે 2004માં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા. 2004માં વાયએસ રાજશેખર રેડ્ડીની પદયાત્રાએ ચંદ્રાબાબુ નાયડુને હરાવ્યા હતા, ત્યારબાદ 2009માં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ચંદ્રબાબુ નાયડુ
2013માં ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ રેડ્ડીની યાત્રા રણ રણનીતિ અપનાવી હતી. નાયડુએ વાસ્તુના મીકોસમ (હું તમારા માટે આવું છું) નામની 208 દિવસની 2,800 કિમીની પદયાત્રા કાઢી હતી. આ યાત્રાએ ચંદ્રબાબુ નાયડુને રાજ્યના રાજકારણમાં ફરીથી પકડ મેળવી હતી. નાયડુ જનતા વચ્ચે જઈને 2014માં તેમની પાર્ટી વિધાનસભામાં સત્તા પર આવી હતી. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ આંધ્રપ્રદેશથી અલગ થયેલા નવા રાજ્ય તરીકે તેલંગાણાનું વિલિનીકરણ કર્યું હતું.
દિગ્વિજય સિંહ
2017 કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે નર્મદા નદીના કિનારે 3,300 કિલોમીટરની યાત્રા કરી હતી. દિગ્વિજયે આ પરિક્રમાને સંપૂર્ણપણે બિનરાજકીય ગણાવી અને કહ્યું કે તે ધાર્મિક અને આધ્યાત્મિક છે. પરંતુ 6 મહિનાની આ યાત્રામાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ હોવાનું સ્પષ્ટ થયું હતું. બાદમાં 2018ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવી હતી. કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ બાદમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાએ ભાજપને સત્તામાં લાવી. યાત્રાએ રાજ્યમાં કોંગ્રેસને પુનર્જીવિત કરી અને તેને સત્તામાં લાવી.
6 નવેમ્બર 2017થી 9 જાન્યુઆરી 2019 સુધી વાય એસ આર કોંગ્રેસ પાર્ટીએ 430 દિવસમાં રાજ્યના 13 જિલ્લાઓમાં 125 વિધાનસભા વિસ્તારોમાં પગપાળા કૂચ માટે “રાવલી જગન, કાવલી જગન”(જગન આવવું જોઈએ. અમને જગન જોઈએ છે) સૂત્ર આપ્યું હતું.
તેલંગાણામાં 2023ના અંતમાં ચૂંટણી થવાની છે. ત્યાં પણ યાત્રાઓ નિકળી રહી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ માટે વ્યૂહરચના વ્યાવસાયિક ધોરણે પ્રશાંત કિશોર જ કરી રહ્યાં છે.
2023માં પ્રશાંત કિશોરે બિહારમાં જન સુરાજ પદયાત્રા કાઢી હતી.
બાબા આમ્પ્ટે અને યાત્રા આજે પણ લોકો યાદ કરે છે.
2 જાન્યુઆરી 2023માં દરેક રાજ્યમા ભાજપે સુશાસન યાત્રા કાઢી હતી.
હર ઘર ત્રિરંગા યાત્રા
2022માં ભારત જોડો કોંગ્રેસના રાહુલ ગાંધીની પદયાત્રા સફળ યાત્રા હતી. લોકપ્રિય ભારત જોડો યાત્રાનો 37મો દિવસ, છાપા અને ટીવી સમાચારો બતાવતાં નથી.
ગુજરાત ભાજપની સફળ યાત્રાઓ ઘણી છે. જેમાં જનચેતના યાત્રા, કમલ યાત્રા, કિસાન યાત્રા, સરદાર યાત્રા, વિવેકાનંદ યાત્રા, ગૌરવ યાત્રા દર ચૂંટણીના દિવસોમાં ભાજપ કાઢે છે. 2002થી 2022 સુધીના 20 વર્ષમાં આવી યાત્રાઓ ભાજપે કાઢી છે.
2022માં ગુજરાત ગૌરવ યાત્રામાં અમિત શાહનું ઘમંડ તૂટી ગયું અને ગૌરવ હણાયુ હતું. ધંધુકામાં ગૃહ પ્રધાન અમિત શાહની રેલી હતી. જેમાં 35 હજાર લોકોને હાજર રાખવા માટે પ્રદેશ ભાજપને આદેશ હતો. માંડ 6 હજાર લોકો હતા. તેમાં 3 હજાર તો મહંતના આમંત્રીતો હતા. આમ અમિત શાહની રેલી યાત્રા નિષ્ફળ રહી હતી.
2022માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો પ્રજા સુધી લઈ જવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી હતી. મુખ્ય પ્રધાન – 20 વર્ષની વંદે ગુજરાત વિકાસ યાત્રા – વાસ્તવિકતા – તો અગાઉના 8 વર્ષની 3 સરકારો ભાજપની ન હતી.
2021માં રૂપાણીએ વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. અને ભાજપે તેમને કાઢી મૂક્યા. હવે પ્રજા ભાજપને કીઢી મૂકશે. ત્યારે 80 રથ હતા. કામો કર્યા હોય તો પછી યાત્રા કાઢવાની જરૂર જ ન પડે.
