આજે શરૂઆતે શેરબજારમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૨૦૯ પોઇન્ટના સુધારે ૩૫,૨૪૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૯ પોઇન્ટના વધારે ૧૦,૬૦૦ની ઉપર ૧૦,૬૫૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.
રૂપિયામાં જોવા મળેલી રિકવરીના પગલે શેરબજારમાં તેની સકારાત્મક અસર નોંધાઇ હતી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર સહિત મેટલ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં સુધારો નોંધાયો હતો.
આજે શરૂઆતે ટાટા સ્ટીલ, બીપીસીએલ, એચપીસીએલ, એસબીઆઇ, એચસીએલ ટેક્નોલોજી કંપનીના શેરમાં ૧.૬૦ ટકાથી ૨.૮૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે ડો.રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્કમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. આ કંપનીના શેરમાં ૧.૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાઇ ૨૬,૩૮૭ની સપાટીએ ટ્રેડિંગમાં હતી.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટના સુધારાના પગલે જૂન સિરીઝની આજે ધમાકેદાર શરૂઆત જોવા મળી હતી. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પાછલા કેટલાય સમયથી વેચવાલી જોવાઇ હતી તેમાં ઘટાડે ખરીદી નોંધાતાં આ સેક્ટરના શેરમાં રિકવરી નોંધાઇ હતી.
BSE-500 ઈન્ડેક્સઃ આ શેરમાં છ મહિનામાં ૫૦ ટકા કરતાં વધુ રિટર્ન
ઈન્ડિયા બુલ્સ વેન્ચર ૭૬ ટકા
ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ ૭૩ ટકા
વી-માર્ટ રિટેલ ૭૧ ટકા
એનઆઇઆઇટી ટેક્નો. ૬૮ ટકા
માઇન્ડ ટ્રી ૫૯ ટકા
જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ ૫૭ ટકા
એમ્ફેસિસ ૫૩ ટકા
કેપીઆઇટી ટેક્નો. ૫૧ ટકા