ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ બોલ ટેમ્પરિંગ વિવાદમાં પોતાની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ એક વર્ષના પ્રતિબંધ લાગ્યો હતો પ્રથમ વખત મીડિયાની સામે આવ્યા હતા.સિડનીમાં પત્રકારો સાથે વાત કરતા સ્ટીવન સ્મિથે આ પુરા વિવાદ પર માફી માંગી હતી. સ્ટીવન સ્મિથે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલીયન ટીમના કેપ્ટન હોવાના કારણે આ સપૂર્ણ વિવાદની જવાબદારી લઇ રહ્યો છુ.પત્રકારો સાથે વાત કરતા સ્ટીવન સ્મિથ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું,‘મે બોલ ટેમ્પરિંગ થવા દીધું, તે મારી લીડરશિપની નિષ્ફળતા છે. આ ભૂલની ભરપાઇ માટે ભવિષ્યમાં જે પણ કરવું પડશે, તેમાં હું પીછે હટ નહીં કરૂં.
સ્મિથે કહ્યું કે તને પોતાના દેશનું નેતૃત્વ કરવાની તક અને સન્માન મળ્યું હતું. ક્રિકેટ તેનું જીવન છે અને આશા છે બીજીવાર આવી ભૂલ નહીં થાય. હું તેના માટે માફી માંગુ છું. આ ઘટનાથી હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું. હું ઘટનામાં કોઇના ઉપર આરોપ નહીં લગાવી રહ્યો. હું ટીમનો કેપ્ટન હતો.