IRCTC પરથી ટિકિટ બુક કરાવતી વખતે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તમે તેનાથી કમાણી પણ કરી શકો છો. હવે રેલવે તમને આ મોકો આપશે. રેલવે સાથે જોડાઈને તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. બસ તમારે રેલવેની ટિકિટ વેચવી પડશે. ટિકિટ વેચીને સારી કમાણી કરી શકશો. IRCTC રેલ સર્વિસ ટ્રાવેલ એજન્ટની ભરતી કરશે. આ એજન્ટ પોતાના શહેરમાં ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે, જેનાં માટે તેને કમિશન મળશે. તેના માટે અરજી કરવાની રીત ખૂબ જ સરળ છે, તેની જાણકારી અમે તમને આપીશું.
કોણ બની શકે છે RTSA એજન્ટ
દરેક શહેરમાં IRCTCના કેટલાક અધિકૃત એજન્ટ નિયુક્ત કરવામાં આવે છે. આ એજન્ટ પોતાના શહેરથી IRCTCની વેબસાઈટ પર લોગિન કરી ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે. જેના માટે તેમને અલગથી ID આપવામાં આવે છે. ટિકિટ બુકિંગના બદલે તેને કમિશન મળે છે.
કેટલો ખર્ચ આવે છે?
રેલવે ટ્રાવેલ સર્વિસ એજન્ટ બનવા માટે તમારે પહેલી વાર માત્ર 20,000 રૂપિયાનો IRCTCના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવો પડશે. જેમાં 10,000 સિક્યુરિટી માટે જમા કરવામાં આવશે, જે રિફન્ડેબલ હશે. રિન્યુઅલ માટે દર વર્ષે 5,000 આપવા પડશે.
અરજી કરવા માટે શું કરવું પડશે?
રેલવે ટ્રાવેલ એજન્ટ બનવા માટે ક્લાસ ડિજિટલ સર્ટિફિકેટ લેવું પડશે. આ સર્ટિફિકેટ કોઈ પણ ઇન્ડિયન સર્ટિફાઇડ ઑથોરીટી પાસેથી મળી જશે.
કેટલું મળશે કમિશન?
IRCTCએ એજન્ટના કમિશનનો ભાવ નક્કી કરેલો છે. ટિકિટ બુકિંગ દરમિયાન વધુમાં વધુ 30 રૂપિયા અને એસી ટિકિટ પર 60 રૂપિયા પ્રતિ ટિકિટ કસ્ટમર્સ પાસેથી વસૂલી શકશે. જે ટિકિટની કિંમતથી એક્ષ્ટ્રા ચાર્જ હશે. જેમાં સર્વિસ ટેક્સ અલગ હશે.
એજન્ટ બનવા કેવી રીતે એપ્લાય કરશો?
પહેલા તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ બનાવવું પડશે.
IRCTCના નામ પર ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરાવવો પડશે.
IRCTCના રજીસ્ટ્રેશન ફોર્મ પર તેની કોપી લગાવવી પડશે.
ક્લાસ થર્ડ ડિજિટલ સર્ટિફિકેટ લેવું પડશે.
રેલવે પાસેથી લેટર લેવો પડશે.
પાનકાર્ડ, છેલ્લા વર્ષનું રિટર્ન અને એડ્રેસ પ્રૂફ આપવું પડશે.