બેંગકોક : અહી ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શિવા થાપાએ મંગળવારે પોતાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો તેની સાથે જ ભારતનો વધુ એક મેડલ પાકો થયો હતો.. આ ઉપરાંત આ સ્પર્ધામાં સતત ચાર મેડલ જીતનારો તે પહેલો ભારતીય બોક્સર બન્યો હતો.
વર્લ્ડ ચમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા આસામના આ 25 વર્ષના આ બોક્સરે લાઇટવેટ કેટેગરીમાં એકતરફી બાઉટમાં થાઇલેન્ડના રુઝાકર્ન જૂનત્રોંગને 5-0થી હરાવ્યો હતો. બે વારના નેશનલ ચેમ્પિયન થાપા એ એશિયન ચેમ્પિયનશિપમાં 2013માં ગોલ્ડ, 2015માં બ્રોન્ઝ અને 2017માં સિલ્વર મેડલ પાકો કર્યો હતો.