દિલ્લી : ટીમ ઈન્ડિયા કોટલા ટેસ્ટ જીતવાથી માત્ર 7 વિકેટ દૂર છે. શ્રીલંકા સામેની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરશે તો તેને દિલ્હી ટેસ્ટ જીતવા માટે 7 વિકેટની જરૂર હશે. ચોથા દિવસની રમતના અંતે મેદાનથી પાછા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટીમના ગબ્બર શિખર ધવનનો બર્થ-ડે મનાવ્યો. આ દરમિયાન સાથી ખેલાડીઓએ કેક કાપીને લોકલ બોયના બર્થ-ડેને સેલેબ્રેટ કર્યો.
સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ
BCCIના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધવનના બર્થ-ડેની ઉજવણીમાં અન્ય સાથી ખેલાડીઓ પણ શામેલ થયા છે. મુરલી વિજય અને ચેતેશ્વર પુજારા તેના ચહેરા પર કેકથી લગાવે છે. તો પુજારા તો શિખરના માથા પર કેચઅપ નાંખતો પણ જોઈ શકાય છે.
https://twitter.com/BCCI/status/938020723796328448
વિરાટ બ્રિગેડનો આ ધુરંધર 5 ડિસેમ્બરે 32 વર્ષનો થઈ ગયો. આ દિવસે ધવને ભારતની બીજી ઈનિંગમાં 67 રન બનાવ્યા. બહેનના લગ્નના કારણે તે નાગપુર ટેસ્ટથી બહાર હતો. આ પહેલા ધવન કોલકાતા ટેસ્ટમાં બીજી ઈનિંગમાં સદી બનાવવાથી ચૂકી (94) ગયો હતો. ચાર વર્ષ પહેલા મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ધવનની બેટિંગની કમાલ સમગ્ર દુનિયાએ જોઈ હતી. તેણે તાબડતોડ બેટિંગ કરીને માત્ર 85 બોલમાં સદી ફટકારી હતી.