દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કે હોળી પહેલા જ તેના ગ્રાહકોને ભેટ આપી છે.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ રીટેલ મુદતની ડિપોઝિટ (ફિક્સ્ડ ડિપોઝિટ) ના દરમાં વધારો કર્યો છે.બેંકે કુલ 9 ગાળા માટે ફિકસ્ડ ડિપોઝિટમાં 0.10 થી 0.50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.એસબીઆઇએ રૂ. 1 કરોડથી ઓછી રકમની ડિપોઝિટ પર આ દરમાં વધારો કર્યો છે.
નવા વ્યાજ દરો આજથી અમલમાં આવશે.નોંધનીય છે કે 30 જાન્યુઆરીના દિવસે સ્ટેટ બેંકે રૂ. 10 કરોડથી વધુની થાપણો પરના વ્યાજદરમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
ટર્મ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ એટલે તે ફક્ત એટલું જ છે કે 3 મહિના કે તેથી ઓછા સમયગાળા માટે જમા કરવામાં આવેલી રકમને ટર્મ ડિપોઝિટ અને 6 મહિના કે તેથી વધુ સમય માટે રોકવામાં આવેલી રકમને ફિક્સ્ડ ડિપોઝિટ કહે છે.
ટર્મ ડિપોઝિટ ખરેખર તે રોકાણકારો માટે છે જે તેમની મૂડીને જોખમમાં નાખ્યા વીના તેમના ટૂંકા ગાળામાં સારુ વળતર મેળવવા માંગે છે.ટર્મ ડિપોઝિટ શબ્દ થોડા દિવસોથી લઈ થોડા મહિના સુધી હોઈ શકે છે.