નવી દિલ્હીઃ જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં છો તો બેન્કે પોતાના ગ્રાહકો માટે એક એલર્ટ રજૂ કર્યું. દેશની સૌથી મોટો જાહેર ક્ષેત્રની બેંકે એસબીઆઈએ પોતાના 44 કરોડથી વધારે ગ્રાહકો માટે એક એલર્ટ રજૂં કર્યું છે. SBIએ તેના Twitter હેન્ડલ પર ગ્રાહકોને ચેતવણી આપી છે.
બેંકે કહ્યું છે કે જો તમને UPI દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ કરવાનું એસએમએસ એલર્ટ મળે છે અને ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી, તો એલર્ટ થઈ જાવ. એસબીઆઈએ મામલે કહ્યું છે કે, આ સૂચનોને અનુસરો અને સાવધ રહો.
એસબીઆઈએ ટ્વીટ કરીને પોતાના લાખો ગ્રાહકોને સતર્ક કર્યા છે. બેંકે કહ્યું કે, જો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમારા દ્વારા કરવામાં આવ્યું નથી અને તમને પૈસાના ડેબિટિંગ માટે એસએમએસ મળે છે તો પહેલા યુપીઆઈ સેવા ડિસેબલ કરો. યુપીઆઈ સેવા બંધ કરવા અંગે બેંકે માહિતી આપી છે.
એસબીઆઇ ગ્રાહકો દ્વારા સમય-સમય પર ઓનલાઇન ફ્રોડના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવામાં આવે છે. અગાઉ, બેંકે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન તરફ ગ્રાહકોને ચેતવણી આપી હતી.
કોઈપણ કાગળની કાર્યવાહી કર્યા વિના માત્ર બે મિનિટમાં તમને લોન આપવાનો દાવો કરતી કોઈપણ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનને ટાળવા જણાવાયું હતું. ઘણીવાર લોકો આ રીતે લોન લે છે પરંતુ તે પછી તેમને મોટો વ્યાજ દર ચૂકવવો પડે છે.
બેંકે યુપીઆઈ સેવા બંધ કરવા ટીપ્સ આપી છે. ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર ફોન કરીને ગ્રાહકો યુપીઆઈ સેવા બંધ કરી શકે છે. અથવા તમે આઈવીઆર નંબર 1800-425-3800 / 1800-11-2211 પર પણ કોલ કરી શકો છો.