સરિતાદેવી અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર સોનિયા લાઠેરે એશિયન મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેતા મેડલ નિશ્ચિત કર્યા હતા. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન એલ. સરિતાદેવીએ ૬૪ કિગ્રા વજન વર્ગમાં ઉઝબેકિસ્તાનની માફ્તુનાખોન મેલિવાનને પરાજય આપ્યો હતો. સરિતાએ આ વર્ષની શરૂઆતમાં પ્રોફેશનલ ર્સિકટમાં હાથ અજમાવ્યા બાદ એમેચ્યોરમાં વાપસી કરી છે. તેણે શરૂઆતથી જ પ્રતિસ્પર્ધી પર પંચ દ્વારા બાઉટમાં લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં મેલિવાએ સારા પંચ લગાવ્યા અને સરિતાને પડકાર આપ્યો હતો પરંતુ અંતમાં ભારતીય બોક્સરે સારા મુક્કા લગાવી અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો. સોનિયા લાઠેરે કઝાખસ્તાનની જાજિમ ઇસ્શાનોવાને પરાજય આપ્યો હતો. આ પહેલાં ૫૧ કિગ્રા વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની ચોલ મિ પાંગ સામે હારી ગઈ હતી.
