સુપરસ્ટાર સલમાન ખાનને આજે જોધપુર સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે. સેશન્સ કોર્ટે 50 હજાર રૂપિયાના મુચકલા પર જામીન આપ્યા છે.સલમાનને જામીન મળતા તેના કરોડો પ્રશંસકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કારણ કે આ સમયે સલમાન ખાન પર લગભગ 600 કરોડ રૂપિયાનું રોકાણ થયુ છે, જે ડૂબતા ડૂૂબતા બચ્યા છે. સલમાન ખાન 1998માં કાળા હરણના શિકારની હત્યાના કેસમાં 5 એપ્રિલે જોધપુરની સેશન્સ કોર્ટે 5 વર્ષની કેદની સજા ફટકારી હતી. સલમાન છેલ્લા બે દિવસથી જોધપુરની જેલમાં બંધ છે.
બોલિવૂડના ટ્રેડ એનાલિસ્ટે કહ્યું છે કે સલમાન ખાન પર ઉદ્યોગમાં 400થી 600 કરોડ રૂપિયા ખર્ચ કરે છે અને કોઈ પણ નકારાત્મક નિર્ણય ત્રણ મોટી ફિલ્મોને અસર કરી શકત જોકે કોર્ટના નિર્ણયથી તેમના પ્રશંસકો ખુશ છે. 53 વર્ષના સલમાન ખામની રેસ -3ની શૂટિંગમાં તે સ્પષ્ટ નથી કે તેમનું કાર્ય પૂર્ણ થયું છે કે નહીં,આ ફિલ્મ રેમો ડિસોઝાની છે. અા ફિલ્મને જૂનમા રિલિઝ કરવાની હોવાથી તેનું બાકી રહેલુ શુટિંગ પૂર્ણ કરવામાં અાવશે. અા સિવાય કિક 2, દબંગ 3 અને ભારત હજુ શરૂ થાય છે તેથી તે વધુ નાણાકીય નુકશાન થવાની શક્યતા નથી.
રેસ 3 માટે સલમાનને 125થી 150 કરોડ અાપવામાં અાવ્યા છે. અન્ય ફિલ્મો માટે, પૈસા નહી પણ સમયનો વધુ બગાડ થશે.તે કોઈ પણ નવી ફિલ્મ શરૂ કરી નહી શકે આ બધી નવી ફિલ્મો અટકી જશે. ત્રણ ફિલ્મોની પહેલા જ ઘોષણા કરવામાં અાવી છે જેને પૂર્ણ કરવી જ પડશે.