સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને સમીર વર્માઍ ગુરૂવારે અહીં સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતપોતાની સિંગલ્સ મેચ જીતી લઇને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જાકે પારુપલ્લી કશ્યપ સંઘર્ષ પછી હારીને સ્પર્ધા બહાર થયો હતો.
સાઇનાઍ પોતાની હરીફ પોર્નપાવી ચાચુવોંગ સામે થોડી મહેનત કરવી પડી હતી. જા કે તે મલેશિયા અોપનનો બદલો વાળવામાં સફળ થઇ હતી અને તેણે ઍ મેચ ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૯થી વિજય મેળવ્યો હતો. હવે સાઇના ક્વાર્ટર ફઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે રમશે. સાઇનાનો પતિ અને સાથી ખેલાડી કશ્યપ જા કે અોલિમ્પિક્સ ચેમ્પિયન ચીનના ચેન લોંગ સામે જારદાર લડત ચલાવીને હારી ગયો હતો. કશ્યપનો ૯-૨૧, ૨૧-૧૫, ૧૬-૨૧થી પરાજય થયો હતો. આ તરફ સમીર વર્માઍ પોતાની લય જાળવી રાખીને ચીનના લુ ગુઆંગ્ઝુને ૨૧-૧૫, ૨૧-૧૮થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ પહેલા ચોથી ક્રમાંકિત સિંધુઍ વિશ્વની ૨૨મી ક્રમાંકિત મિયાને ૩૯ મિનીટમાં ૨૧-૧૩, ૨૧-૧૯થી હરાવી હતી. ડેન્માર્કની આ ખેલાડી સામે સિંધુનો આ સતત બીજો વિજય હતો. સિંધુ હવે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ ચાઇનીઝ ખેલાડી કાઇ યાનયાન સામે રમશે. બુધવારે ઇન્ડિયા ઓપનના ફાઇનાલિસ્ટ કિદામ્બી શ્રીકાંતે ૪૧ મિનીટ સુધી ચાલેલી પહેલા રાઉન્ડની મેચમાં થાઇલેન્ડના સિટહીકોમ થામાસિનને ૨૧-૧૪, ૨૧-૧૮થા હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. હવે તે ડેન્માર્કના હેન્સ ક્રિસ્ટીયન સોલબર્ગ વિટિંગસ સામે રમશે.