દિગ્ગજ ક્રિકેટ સચિન તેન્ડુલકરે ગુરુવારે ક્રિકેટ જગતને કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટને સમય આપશે, જેમણે બોલ સાથેની ખણખોતર પ્રકરણમાં માફી માગી છે.
તેન્ડુલકરે ટ્વિટર પર લખ્યું, “તેમને પોતાના કરેલા પર પછતાવો છે અને તેમણે કરેલા કૃત્યોનું કારણ ભોગવવું પડશે. તેમના પરિવાર વિશે વિચારો, કારણ કે ખેલાડીઓની સાથે તેમના પરિવારે પણ આ બધું સહન કરવું પડશે. હવે સમય આવી ગયો છે કે આપણે થોડા પાછળ હટીએ અને તેમને સમય આપીએ.”
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રીકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ સાથે ટેમ્પરિંગ કરાયા હોવાની તપાસ બાદ સ્મિથ, વોર્નર પર તમામ આંતરાષ્ટ્રિય અને સ્થાનિક ક્રિકેટમાંથી એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જ્યારે કેમરન બેનક્રોફ્ટને 9 મહિના માટે પ્રતિબંધિત કરાયો છે.
આ સિવાય સ્મિથ પ્રતિબંધ ઉઠા ગયા પછી પણ એક વર્ષ સુધી ટીમના કેપ્ટન તરીકે નહીં રહી શકે, જ્યારે વોર્નર આ જવાબદારી ક્યારેય નહીં ભજવી શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આશીષ નેહરા, ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ બોલ ટેમ્પરિંગ મામલે મળેલી સજાને લઈને ત્રણે ખેલાડીઓને સપોર્ટ કર્યો છે.