મુંબઈ નજીક આવેલા ઉતનમાં RSSની ત્રણ દિવસીય શિબિરના સમાપનના અવસરે મહાસચિવ ભૈયાજી ઝોશીએ કહ્યું કે રામ મંદિરને લઈ જો જરૂર પડી તો 1992 જેવું આંદોલન કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે 1992માં ભાજપ, RSS વગેરે રામ મંદિર નિર્માણ માટે બાબરી મસ્જિદને ધરાશયી કરી નાંખી હતી અને સમગ્ર દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, હજારો લોકોના જાન ગયા હતા. સૌથી વધુ અસર સુરત, મુંબઈ સહિતના મહાનગરોમા થઈ હતી. બળાત્કાર અને હત્યાઓ કરીને લોહીની નદીઓ વહેવડાવવામાં આવી હતી.
RSSનાં શિબિરમાં ભૈયાજી જોશીએ કહ્યું કે રામ મંદિર મુદ્દે જેમણે વટહુકમ માંગ્યા છે તેઓ ભલે માંગતા રહે. નિર્ણય સરકારે કરવાનો છે. RSSના આ નેતાએ સુપ્રીમ કોર્ટને અપીલ કરતા કહ્યું કે આ મામલે વહેલી સુનાવણી થવી જોઈએ. જોશીએ કહ્યું કે રામ બધાના દિલમાં રહે અને તેઓ પ્રકટ થાય છે મંદિરોમાં. અમે ઈચ્છીએ છીએ કે મંદિર બને. કેટલીક મુશ્કેલીઓ છે અને અમને આશા છે કે કોર્ટ હિન્દુઓની લાગણીને સમજી નિર્ણય કરશે.
RSSના મહાસચિવે કહ્યું કે અમે ઈચ્છતા હતા કે દિવાળી પહેલા કોઈ સારા સમાચાર મળી જાય પણ સુપ્રીમ કોર્ટે મંદિરના ટાઈટલ અંગેન સુનાવણી અનિશ્ચતકાળ માટે મુલત્વી રાખી દીધી છે. રામ મંદિર માટે લાંબો ઈન્તેજાર કરાઈ રહ્યો છે, ભવ્ય મંદિર નિર્માણની લાગણી છે.
શિબિરના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ RSSના પ્રમુખ મોહન ભાગવતને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે RSS દ્વારા મંદિર માટે વટહુકમની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપનાં સાંસદ રાકેશસિંહાએ મંદિર માટે શીતકાલીનસત્રમાં પ્રાઈવેટ બીલ રજૂ કરવાનું એલાન કર્યું છે.
હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે ફરી વાર રામ મંદિરનો મુદ્દાએ જોર પકડ્યું છે.