મિયામી : સ્વીટઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે અમેરિકાના જોન ઇસ્નરને ફાઇનલમાં હરાવીને પોતાની કેરિયરમાં ચોથીવાર મિયામી ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફેડરરે રવિવારે રાત્રે રમાયેલી પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ઇસ્નરને 6-1, 6-4થી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. ફેડરરની કેરિયરનું આ 101મું ટાઇટલ છે.
આ પહેલા ફેડરરે શનિવારે મિયામી ઓપન 2019ની સેમી ફાઇનલમાં 19 વર્ષિય ડેનિસ શાપોવાલોવને 6-2, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યો હતો. જ્યારેં ક્વાર્ટર ફાઇનલમાં તેણે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને 6-0, 6-4થી હરાવ્યો હતો. એ ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પહેલા ફેડરર મિયામી ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે રમ્યો હતો. તેણે 2005, 2006 અને 2017માં આ ટાઇટલ જીત્યું હતું ફેડરરનો આ વર્ષનો રેકોર્ડ 18-2નો છે. જે મેન્સ ટુરમાં શ્રેષ્ઠ છે.