અમદાવાદ : ૧૯ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ATP વર્લ્ડ ટુર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા રેકોર્ડ 14મીવાર સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફેડરરે ક્વાટર ફાઇનલમાં જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. બે કલાક અને ૧૫ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં ફેડરરે ૭-૬, ૫-૭, ૬-૧થી જીત મેળવી હતી. આ સાથે ફેડરરે છે. ફાઇનલ્સમાં સત બીજી મેચમાં જીત મેળવી હતી. આ પહેલાં તેણે પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના જેક સોકને સીધા સેટમાં પરાજય આપ્યો હતો.
પ્રથમ સેટમાં ઝવેરેવે ફેડરરને મજબૂત ટક્કર આપી હતી અને તે સેટને ટાઇબ્રેકરમાં લઇ જવામાં સફળ રહ્યો હતો. ટાઇબ્રેકરમાં ઝવેરેવે શાનદાર શરૂઆત કરતા ૪-૦ની લીડ મેળવી લીધી હતી પરંતુ ત્યારબાદ ફેડરરે વાપસી કરી હતી અને સ્કોર ૪-૪ અને ૬-૬ની બરાબરી પર લાવ્યા બાદ ૮-૬થી જીત મેળવી પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં ૦-૨થી પાછળ રહ્યા બાદ ઝવેરેવે સેટમાં ૩-૩ અને ૫-૫ની બરાબરી કરી દીધી હતી. અહીંથી ઝવેરેવે સતત બે ગેમમાં જીત મેળવી સેટને ૭-૫થી પોતાના નામે કરી મેચને નિર્ણાયક સેટમાં લઇ જવામાં સફળતા મેળવી હતી. ત્રીજા અને અંતિમ નિર્ણાયક સેટમાં ૦-૧થી પાછળ રહ્યા બાદ ફેડરરે સતત છ ગેમ જીતી સેટમાં ૬-૧થી જીત મેળવી હતી. આ જીત સાથે જ ફેડરરે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે ફેડરર આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં છ વખત વિજેતા બની ચૂક્યો છે. બોરીસ બેકર ગ્રૂપમાં અંતિમ રાઉન્ડ રોબિન મુકાબલામાં તેનો સામનો આજે ક્રોએશિયાના મારીન સિલિચ સામે થશે. જેક સોક સામે પરાજય મેળવ્યા બાદ મારીન સિલિચ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. ઝવેરેવ સામે મેચની સમાપ્તિ બાદ ફેડરરે જણાવ્યું હતું કે “હું મારા ગેમ પ્લાન મુજબ રમ્યો હતો અને જેમાં મને સફળતા પણ મળી હતી.” ઝવેરેવ સામે જીત મેળવ્યા બાદ હતું કે “હું ખુશ છું. ૩૬ વર્ષીય ફેડરરે પોતાની રમત અને અનુભવથી વધુ આગળ વધતો જાય છે.” જોકે ૨૦ વર્ષીય ઝવેરેવની રમતમાં અનુભવનો અભાવ જોવા મળ્યો હતો જેને કારણે તેનો પરાજય થયો હતો. જોકે, આમ છતાં ઝવેરેવ પાસે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની તક છે. જો તે પોતાના અંતિમ મુકાબલામાં અમેરિકાના જેક સોક સામે જીત મેળવશે તો તે સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકે છે. જેક સોક પણ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત પદાર્પણ કરી રહ્યો છે.