મુંબઇ તા. ૨૭ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેબલ ઓપરેટર ડેન નેટવકર્સને ખરીદવા વાટાઘાટ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ‘સોદો લગભગ નક્કી છે. ડેન રૂ. ૨,૦૦૦-૨,૨૦૦ કરોડનું મૂલ્ય માંગી રહી છે.’ કેબલ કંપની માટે મલ્ટિ-સિસ્ટમ ઓપરેટર (MSO) શબ્દ વપરાય છે, જે પ્રસારણકર્તા સાથે કન્ટેન્ટ અને કેરેજ માટે ડીલ્સ કરે છે અને સ્થાનિક કેબલ ઓપરેટર્સની સર્વિસિસ ઓફર કરે છે. રિલાયન્સના પ્રવકતાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ‘અમે બજારની અટકળો અંગે નિવેદન કરતા નથી.’ ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ હોમ બ્રોડબેન્ડ અને કેબલ ટીવી સર્વિસિસના લોન્ચિંગ માટે સક્રિય છે. કંપની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, વાયર લાઇન ટેલિફોની, કેબલ ટેલિવિઝન અને વાયરલેસ સર્વિસિસ ઓફર કરવાની યોજના ધરાવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી રિલાયન્સે જીઓના લોન્ચિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી કેબલ ટીવીની યોજના થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી હતી.
એક ટોચની બ્રોકરેજ કંપનીના મીડિયા એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ‘રિલાયન્સ આ બિઝનેસમાં પ્રવેશવા સક્રિય હોવાની વાત નવી નથી. તેની પાસે MSO લાઇસન્સ છે અને કંપનીએ દેશભરમાં વ્યાપક પ્રમાણમાં ફાઇબર કેબલ નેટવર્ક ઊભું કર્યું છે. એકિવઝિશનની જાહેરાત સાથે ગમે ત્યારે રિલાયન્સની MSO બિઝનેસમાં એન્ટ્રીની શકયતા છે.’ ઉલ્લેખનીય છે કે, રિલાયન્સની સબસિડિયરી રિલાયન્સ જીઓ મીડિયાએ માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી સમગ્ર ભારત માટે MSO લાઇસન્સ મેળવ્યું હતું. એ જ વર્ષે રિલાયન્સે કેબલ ઉઘોગના નિષ્ણાત અને દેશના સૌથી મોટા MSO હેથવે કેબલના વડા કે જયરામન અને ત્યારના ડેન નેટવકર્સના સીઇઓ એસ એન શર્માની ભરતી કરી હતી. જયરામન હજુ પણ રિલાયન્સ જીઓમાં છે, પણ શર્માએ ગયા વર્ષે ફરી ડેન નેટવકર્સના સીઇઓનો હોદ્દો સંભાળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, બુધવારે ડેન નેટવકર્સની AGM (વાર્ષિક સામાન્ય સભા) છે, પણ સૂત્રના જણાવ્યા અનુસાર તેમાં સોદાની જાહેરાત થવાની શકયતા નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ‘વાટાઘાટ અગ્રિમ તબક્કામાં છે, પણ તેની જાહેરાત આટલી ઝડપથી AGMમાં નહીં થાય.’
ડેન નેટવકર્સ બીજી સૌથી મોટી MSO છે. કંપની ૧૩ રાજયના ૪૦૦ ટાઉનમાં હાજરી ધરાવે છે. દિલ્હી અને ઉત્ત્।ર પ્રદેશમાં તેની નોંધપાત્ર હાજરી છે. ઉપરાંત, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્ત્।રાખંડ અને કેરલમાં પણ ડેન સક્રિય છે. મંગળવારે ડેનનું માર્કેટ-કેપ રૂ. ૧,૭૦૩ કરોડ અને પ્રમોટરનો હિસ્સો ૩૬.૭૮ ટકા હતો. કંપનીનો શેર બીએસઈ પર મંગળવારે ૨.૬૫ ટકા વધીને રૂ. ૮૭ના મથાળે બંધ રહ્યો હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.