કાળઝાળ ગરમીની સાથે મોંઘવારીની જ્વાળામાં તપતા લોકોને રાહત આપતા સમાચાર દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આપ્યા છે. સબસિડી વગરના ઘરેલું LPG ગેસ સિલિન્ડરમાં પ્રતિ સિલિન્ડર રુ.35નો ઘટાડો કરાયો છે. જ્યારે બીજીબાજુ સબસિડીવાળા સિલિન્ડરમાં માત્ર 1.74 રુપિયાનો જ ઘટાડો કર્યો છે. જોકે ઇંદ્રપ્રસ્થ ગેસ લિ.એ પોતાના CNG અને PNGના ભાવમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOC)એ એક નિવેનદન જાહેર કરતા કહ્યું કે, ‘એક એપ્રિલથી સબસિડી વગરના 14.2 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 35.50નો ઘડાડો કરાયો છે. જેથી નવા ભાવ પ્રમાણે આ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 653.50, કોલકાતામાં 676, મુંબઈમાં 625 અને ચેન્નઈમાં 663.50 રહેશે.’જ્યારે સબસિડીવાળા સિલિન્ડરમાં પણ 1.74 રુપિયા ઘટતા આ સિલિન્ડરની દિલ્હીમાં કિંમત રુ.491.33 રહેશે. જ્યારે હવાઈ મુસાફરી પણ સસ્તી થવાના સંકેત છે કેમ કે કંપનીઓએ ATF કહેવાતા વિમાનના ઇંધણના ભાવમાં રુ. 231નો ઘટાડો કર્યો છે. જે બાદ નવો ભાવ પ્રતિ કિલોલિટરે રુ.61450 થઈ ગયો છે. નાણાંકીય વર્ષની શરુઆત થતા જ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી લોકોને રાતનો શ્વાસ મળ્યો છે. તેલ વિતરણ કંપનીઓએ LPGના ભાવમાં ઘટાડો કરતા જુદા જુદા સિલન્ડર્સના ભાવમાં જુદો જુદો ઘટાડો નોંધાયો છે. 14.5 કિલોના ઘરેલુ સિલિન્ડરમાં રુ.35.50નો ઘટાડો થયો છે. તો પાંચ કિલોના lPG સિલિન્ડરમાં રુ.15નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ રીતે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં રુ.54નો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલ ઘટાડાના કારણે તેલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ નવા ભાવ એક એપ્રિલથી લાગુ પડશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.