રાજ્ય સરકારે રાજકોટને નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકારે રાજકોટમાં એઈમ્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના ખંડેરી ગામ પાસે નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત આરોગ્ય પ્રધાન અને એઇમ્સના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતું કે, એઈમ્સ માટે વડોદરા અને રાજકોટને પસંદ કરવામાં આવ્યુ હતું. જેમાથી રાજકોટની પસંદગી કરવામાં આવી છે. એઈમ્સ માટે જમીન સરકાર વિનામૂલ્યે ફાળવવા સંમત થઈ છે. આ જમીન ખંડેરી ગામ પાસે સરકારે આપી છે. એઈમ્સના નિર્માણથી સૌરાષ્ટ્ર અને રાજ્યભરના નાગરિકોને તમામ પ્રકારની સારવાર મળી રહેશે.
