Rajkot: ગુજરાતમાં પહેલીવાર બુલેટ સાઇલન્સર પર બુલડોઝર: રાજકોટમાં 10 દિવસમાં 350 બુલેટ ડિટેઇન, મોડિફાઇડ સાઇલન્સરનો કચ્ચરઘાણ
રાજકોટમાં 10 દિવસમાં મોડિફાઇડ સાઇલન્સરવાળા 350 બુલેટ ડિટેઇન કરીને એનો નાશ કરવામાં આવ્યો
મોટર વ્હીકલ એક્ટ 52 અને 190 મુજબ મોડિફાઇડ સાઇલન્સરનો ઉપયોગ ગેરકાયદેસર છે, જે માટે વાહન ચાલકોને દંડ અને જપ્તીનો સામનો કરવો પડે
Rajkot: ગુજરાતમાં આ પહેલીવાર છે જ્યારે મોડિફાઇડ બુલેટ સાઇલન્સર પર રોડ રોલર ફેરવવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસે ખાસ ડ્રાઇવ હાથ ધરી, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 350 બુલેટ અને બાઇક ડિટેઇન કરીને એમાંથી મોડિફાઇડ સાઇલન્સર કાઢી નાખ્યા છે. 23 જાન્યુઆરીના રોજ, આ સાઇલન્સર પર પોલીસની દેખરેખમાં રોડ રોલર ફેરવવામાં આવ્યો, અને આ તરફ વાહન ચાલકોને નિયમોના પાલનની મહત્વની તકેદારી અપાઇ.
10 દિવસમાં 350 બુલેટ ડિટેઇન
રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઇવ ચલાવાઈ હતી. ડ્રાઇવમાં વાહન ડિટેઇન કરીને મોડિફાઇડ સાઇલન્સર કાઢી નાખવામાં આવ્યા, અને વાહન ચાલકો પાસેથી RTO દ્વારા નિયમભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો.
RTO અધિકારીઓની ચેતવણી
આ ડ્રાઇવ દરમિયાન કેટલાક શોરૂમમાંથી મોડિફાઇડ સાઇલન્સર ફિટ કરાવીને વેચાણ થતી હોવાની માહિતી મળી છે. RTO અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો આવા શોરૂમ કે ડીલરોની વિગતો મળે તો તેમની ટ્રેડ સર્ટિફિકેટ (TC) સસ્પેન્ડ કરી શકાશે.
મોડિફાઇડ સાઇલન્સર અપનાવવું ગેરકાયદે છે
મોટર વ્હીકલ એક્ટ 52 અને 190 મુજબ વાહનના મૂળ માળખામાં ફેરફાર કરવો ગેરકાયદે છે. મોડિફાઇડ સાઇલન્સરનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે જે માર્ગ સલામતી અને પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આવા વાહન ચાલકોને RTO દ્વારા દંડ ફટકારવામાં આવે છે, અને વાહન જપ્ત થવાનો પણ સામનો કરવો પડે છે.
વાહન માલિકોને સૂચનાઓ
વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોના પાલન સાથે વાહનને મૂળ સ્થિતિમાં જ રાખવા અપીલ કરાઈ છે. જેમ કે બુલેટના સાઇલન્સરમાં ફેરફાર કરવાથી વાહન જપ્ત થવાની સાથે ભારી દંડ ફટકારવામાં આવશે. વાહનના ઓરિજિનલ સ્પેક્ટ્સ સાથે સમાધાન ન કરતા ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક વાહન ચાલકનું ફરજિયાત છે.
આગામી દિવસોમાં વધુ કાર્યવાહી
પોલીસની આ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અન્ય શહેરોમાં પણ આવો જ પગલાં ભરાશે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાના આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં જાગૃતિ ફેલાવવાનો છે અને વાયુ અને ધ્વનિ પ્રદૂષણ રોકવાનો છે.
આ કામગીરી માત્ર વાહન ચાલકો માટે એક તાકિદ નથી પણ ગુજરાતમાં વાહન વ્યવહારના નિયમોના પાલનની દિશામાં એક મોટું પગલું છે.