પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ (PUBG) ગેમ વિશ્વભરમાં ખૂબ ઝડપથી જાણીતી થઈ છે. ભારતમાં પણ તેના યૂઝર્સમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કંપની આ મોબાઇલ ગેમની ચોથી સિઝન લાવવાની તૈયારીમાં છે. પબજીની બેટલ રોયલ ગેમ થર્ડ સીઝન 18 નવેમ્બરથી ખતમ થઈ ચુકી છે.
PUBGની ચોથી સીઝનમાં અનેક નવા ફીચર્સ આવશે. સ્માર્ટફોન યૂઝર્સ પાસે 20 નવેમ્બરથી PUBGની નવી સીઝનનું અપડેટ મળશે. 21 નવેમ્બરે આ માટે ગ્લોબલ સર્વર્સ કનેક્ટ કરવામાં આવી શકે છે. એપડેટ દરમિયા ગેમ ઓફલાઇન નહીં થાય.
નવા અપડેટ બાદ આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્કવોયના કેરેકટર્સ હાર્લી ક્વિન અને જોકર પણ જોવા મળશે. આ ઉપરાંત અસોલ્ટ રાઇફલ એમ762 પણ મળશે. વેપન્સને રિવેંપ કરવામાં આવ્યા છે. નવા બેકપેક્સ, વ્હીકલ્સ, એરોપ્લેન અને પેરાશૂટ પણ મળશે. આ અપડેટમાં સેનહોક મેપ્સમાં કેટલા બદલાવ પણ જોવા મળશે અને ઉપરાંત સ્કૂટર્સ પણ દેખાશે.