ખેડૂત આગેવાન કનુ કલસરિયાની આગેવાની હેઠળ આજે દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે વિશાળ રેલી સાથે વિરોધ કરવા જતાં હતાં તે વેળાએ ખેડૂત ને પોલીસ સાથે મામલો બીચકતા ધમાચકડી થઈ હતી.
પોલીસ અને ખેડૂત સામસામે આવી ગયા હતા. માઇનિંગ સાઇટ ઉપર ગેરકાયદેસર ખેડૂતો દ્વારા પ્રવેશ કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ દ્વારા 35 કરતા વધુ ટીયરગેશ ના સેલ છોડવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતો વિફરતા પથ્થર મારો કરતા અનેક પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા ની તમામ પોલીસ મથકના અધિકારી ઓ ને તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચવા મસ મોટા પોલીસ કાફલા દાઠા ગામે જવાના રવાના થઈ ગયા છે. બાડી પડવા માઇનિંગના વિરોધ બાદ ફરી ખેડૂતો હલચલમાં આવતા અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દાઠા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે..