કોમનવેલ્થ શુટીંગ ચૈમ્પિયનશિપમાં ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજો પ્રકાશ નાંજપ્પા, અમનપ્રીત સિંહ અને જીતુ રાયે ક્લીન સ્વીપ કરતા ત્રણેય પદકો ભારતના નામે કર્યા હતા. પ્રકાશે 222.4 ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો અમનપ્રીતે સિલ્વર મેડલ અને જીતુ રાયે કાસ્ય પદક જીત્યો હતો.
શુટીંગ ચૈમ્પિયનશીપમાં ગઇકાલે પુરૂશ કેટેગરીમાં 50 મીટર રાઇફલ પ્રોનમાં ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીતનાર ગગન નારંગે આ ચૈમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો સ્વપ્રિલ કુસાલે કાસ્ય પદક પોતાના નામે કર્યો હતો. આ પહેલા મહિલાની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં અન્નુ રાજ સિંહે પણ કાસ્ય પદક મેળવ્યો હતો. ભારતીય પિસ્ટલ નિશાનેબાજોને 10 મીટર એયર પિસ્ટલમાં પણ ત્રણ પદકો મેળવ્યા હતા.