વોશિંગટન: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવારે રાત્રે એક વાગ્યે દસ મિનિટ પર વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે પત્ની મેલેનિયા સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત બાદ બંન્ને વચ્ચે દ્વીપક્ષી બેઠક શરૂ થઇ હતી. આ મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે, આપણે બંન્ને આતંકી સંગઠનનો ખાત્મો કરવા માટે સક્ષમ છીએ, આ મુલાકાત બદલે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમારી વાતચીત મહત્વપૂર્ણ રહી. જે વિશ્વાસ પર આધારિત હતી. આતંકવાદ પર પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ જેવા વૈશ્વિક પડકાર સામે અમારા સમાજની રક્ષા અમારી પ્રાથમિક્તા છે. આ યોજાયેલી બેઠકમાં આતંકવાદ અને વિશ્વમાં ઉભી થયેલી સમસ્યાઓ તેમજ પડકારો અંગે ચર્ચા કરવામાં આવી અને કેટલાક મુદ્દાઓને લઇને સહમતી દર્શાવી.
રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યું, દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નેતાનું સ્વાગત કરવું અમારા માટે સમ્માનની વાત છે. આ વર્ષે ભારત પોતાની આઝાદીની 70મી વર્ષગાંઠ ઉજવશે. ભારતના લોકોને તેના માટે શુભેચ્છા પાઠવું છું. મે પોતાના કેમ્પેન દરમિયાન કહ્યું હતું કે ભારત-અમેરિકા સાચા મિત્ર સાબિત થશે અને જે થયું છે. મોદી અને હું બંને સોશ્યલ મીડિયામાં વર્લ્ડ લીડર્સ છીએ.