પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો આવતા ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ૮ માસની સરખામણીએ આશરે રૂ. ૮ થી ૧૧નો ધરખમ વધારો થયો છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવ વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના બજેટ ખોરવાય ગયા છે તેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે પરંતુ સરકારને ભાવ ઘટાડવામાં કોઈ રસ ન હોય તેમ જણાય રહ્યુ છે. પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ ૧પ દિવસે વધતા હતા પરંતુ અકીલા છેલ્લા કેટલાક માસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ વધારો-ઘટાડો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ ફરે છે. આ સીસ્ટમના કારણે કેટલો ભાવ વધારો થયો તે લોકોને જલ્દીથી ખબર પડતી નથી અને કંપનીઓ સતત ભાવ વધારો કરતી રહે છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. ગત જાન્યુઆરી માસના પ્રારંભે પેટ્રોલનો લીટરનો ભાવ રૂ. ૭૦.રપ અને ડીઝલનો લીટરનો ભાવ રૂ. ૬૪.૮૬ હતો, જયારે આજે સોમવારે ૮ માસ બાદ ભાવનગરમાં પેટ્રોલનો લીટરનો ભાવ રૂ. ૭૮.૧૮ હતો અને ડીઝલનો લીટરનો ભાવ રૂ. ૭પ.૬ર છે. છેલ્લા આઠ માસમાં પેટ્રોલના લીટરના ભાવમાં રૂ. ૭.૯૩ અને ડીઝલમાં રૂ. ૧૦.૭૬નો જંગી વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસીક સપાટીએ છે અને આટલો ભાવ કયારેય થયો નથી તેમ પેટ્રોલપંપના સુત્રોએ જણાવેલ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગની મૂશ્કેલી વધી ગઈ છે. ચારેય બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો કાળો કકળાટ સાંભળવા મળી રહ્યો છે પરંતુ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનુ નામ લેતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ વધી રહ્યા છે પરંતુ સરકાર ધારે તો ટેકસ ડયુટી ઘટાડી લોકોને ફાયદો આપી શકે તેમ છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવના પગલે વાહન ચાલકો અને સામાન્ય માણસોના બજેટ ખોરવાયા છે પરંતુ સરકારને ભાવ ઘટાડવામાં કોઈ રસ ન હોય તેમ જણાય રહ્યુ છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેથી લોકો પરેશાન થઈ ગયા છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપ પેટ્રોલ-ડીઝલનો કકળાટ કરતી હતી અને ચૂંટણી પ્રચારમાં ભાજપ અચ્છે દિનની વાતો કરતી હતી પરંતુ હાલ કેન્દ્રમાં ભાજપ સરકાર છે છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા કોઈ પગલા લેવામાં આવતા નથી તેથી કેન્દ્ર અને રાજય સરકાર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે અને સોશીયલ મીડિયા પર સરકાર સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ રોકેટ ગતીએ વધી રહ્યા છે તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગરમાં પેટ્રોલનો લીટરનો ભાવ રૂ. ૭૮.૧૮ અને ડીઝલનો લીટરનો ભાવ રૂ. ૭પ.૬ર છે તેથી પેટ્રોલ-ડીઝલના લીટરના ભાવ વચ્ચે માત્ર રૂ. ર.પ૬નો જ તફાવત જોવા મળી રહ્યો છે. હવે પેટ્રોલ-ડીઝલના ભાવ સરખા થવાની અણીએ છે અને હાલ ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ રહ્યો છે તેથી મોંઘવારી ખુબ જ વધી છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. દેશભરમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઉચ્ચ સપાટીએ પહોંચી જતા લોકો પરેશાન થઈ ગયા છે અને લોકોએ સોશીયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકારનો વિરોધ શરૂ કર્યો છે. સોશીયલ મીડિયા પર ભાજપના નેતાઓના જુના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ કયારે ઘટશે ? તેવા સવાલો જાગૃત નાગરીકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ નહી ઘટે તો આગામી દિવસોમાં વિરોધ વધશે તેમ જણાય રહ્યુ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.