પેટ્રોલ અને ડીઝલના ભાવ મંગળવારે નવી ઉંચાઇ પર પહોંચી ગયા. સતત 15મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાયો છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો ઉછાળો આવ્યો. આ વધારા બાદ દિલ્હીમાં મંગળવારે પેટ્રોલના બ હાવ 79.31 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. તો બીજી તરફ ડીઝલના ભાવ 71.34 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. તો આ તરફ મુંબઇમાં સોમવારે પેટ્રોલના ભાવ 86.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 75.54 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 78.59 અને ડીઝલનો ભાવ 76.66 થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 78.41 અને ડીઝલનો ભાવ 76.46 પહોચી ગયો છે. તો વડોદરામાં પેટ્રોલનો ભાવ 78.28 અને ડીઝલનો ભાવ 76.36 થઇ ગયો છે. જ્યારે સુરતમાં પેટ્રોલનો ભાવ 78.60 અને ડીઝલનો ભાવ 76.66 થઇ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવના કારણે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઇ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કાચા તેલની કિંમતોમાં વધારો યથાવત છે.. અને આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.
અમદાવાદ
પેટ્રોલ 78.59
ડીઝલ 76.66
રાજકોટ
પેટ્રોલ 78.41
ડીઝલ 76.46
વડોદરા
પેટ્રોલ 78.28
ડીઝલ 76.36
સુરત
પેટ્રોલ 78.60
ડીઝલ 76.66
સતત ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે તેની કિંમત અત્યાર સુધીના ટોચના સ્તર પર પહોંચી ગઇ છે. શુક્રવારે ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ કિંમત 70.21 પર પહોંચી ગઇ હતી. દિલ્હીમાં આ પહેલાં 28 ઓગસ્ટના રોજ ડીઝલના ભાવ 69.61 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયા હતા. રવિવારે આ ભાવ 70.76 રૂપિયા પ્રતિ લીટર હતા.
મુંબઇમાં પણ ખરાબ સ્થિતિ
દિલ્હી ઉપરાંત આર્થિક રાજધાની મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સોમવારે મુંબઇમાં પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 86.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ તેની કિંમત 75.54 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ. રવિવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 86.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 75.12 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.
આ છે ભાવ વધારાનું કારણ
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો અને ક્રૂડ ઓઇલના વધરાત ભાવથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
ભાવ ઘટવાની આશા નહી
એંજેલ બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ (કોમોડિટીઝ તથા કરન્સી)ના ડેપ્યુટી વોઇસ પ્રેસિડેંટ અનુજ ગુપ્તાનું માનીએ તો બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે.