નવી દિલ્હીઃ
પેટીએમ (Paytm) આજે પોતાની પેમેન્ટ બેંક લોન્ચ કરવા જઈ રહી છે. પેટીએમ દેશની સૌથી મોટી ઈ-વોલેટ ઉપલબ્દ કરાવતી કંપની છે. આ બેંકમાં જમા રકમ પર આપવામાં આવતા વ્યાજ વિશે જણાવતા પેટીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેના પર વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળશે.સાથે જ મિનિમમ બેલન્સને લઈને કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. તેનો અર્થ એ થયો કે બેલેન્સ ઝીરો પણ હશે તો પણ કોઈ પેનલ્ટી કે ચાર્જ નહીં લાગે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમનો ઉદ્દેશ આ બેંક મારફતે આવતા ત્રણ વર્ષમાં 500 મિલિયન ઉપભોક્તાઓને જોડવાનો છે. ઓનલાઈન લેવડ દેવડ પર કોઈ ફી નહીં લાગે. શરૂમાં 400 કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવશે.વિતેલા દિવસોમાં પેટીએમના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ બેંકના સીઈઓ રેણુ સત્તી હશે. જણાવીએ કે, રિઝર્વ બેંકન તરફથી કંપનીને મંજૂરી આપવામાં આવી. રેણુ પેટીએમ સાથે 2006થી માનવ સંશાધન પ્રબંધક તરીકે જોડાયા હતા. આ પદ પહેલા તે સિનેમા ટિકિટ કારોબાર જોતા હતા.કંપની પોતાના વોલેટ યૂઝર્સને થોડા દિવસ પહેલા જ મેસેજ કરી રહી હતી કે જે લોકો પેટીએમ પેમેન્ટ્સ બેંકની સુવિધાનો ઉપયોગ કરવા માગે છે તે [email protected] પર 23 મે પહેલા મેલ મોકલીને બહાર થવાનો વિકલ્પ પસંદ કરી શકતા હતા. જો તમે કોઈ કારણોસર આમ નહીં કરો તો તમારું પેટીએમ વોલેટ આપોઆપ પેટીએમ પેમેન્ટસ બેંકમાં ફેરવાઈ જશે. એટલે કે 23મેથી તમામ પેટીએમ વોલેટ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ફેરવાઈ જશે.23 મેથી તમારા પેટીએમ વોલેટના રૂપિયા આપોઆપ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. જો આપોઆપ તમારા વોલેટના રૂપિયા પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ટ્રાન્સફર કરાવવા નથી ઈચ્છતા તો તમારી પાસે 23 મેની રાત સુધીનો સમય છે. એટલે કે આજે રાત 12 કલાક પહેલા વોલેટના રૂપિયા તમારા બેંકમાં ટ્રાન્સપર કરાવી લો. ટ્રાન્સફર કરવા માટે પેટીએમ એપમાં તમારી પાસબુકવાળા સેક્શનમાં જશો. ત્યાં તમારા બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળશે. ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર, નામ અને IFSC કોડ આપવાનો રહેશે. ત્યાર બાદ તમારા રૂપિયા તમારા ખાતામાં આવી જશે.