બાબા રામદેવની પતંજલિ આયુર્વેદનો ગ્રોથ પાછલા એક વર્ષમાં નબળો થયો છે. તેની પાછળ પતંજલિની મોટાભાગની પ્રતિદ્વંદ્વી કંપનીઓ તરફથી નેચરલ અને હર્બલ પ્રોડકટ લોન્ચ કરવાનું કારણ જણાવાઈ રહ્યું છે. કેન્ટર વર્લ્ડપેનલ ડેટાના હાલના આંકડાઓ મુજબ પતંજલિના વોલ્યૂમમાં ઓકટોબર ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ સુધી ૭ ટકાનો વધારો થયો છે. જયારે પાછલા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં આ ૨૨ ટકા હતો. આ તેના પાછલા વર્ષના સમયના મુકાબલે ક્રમશઃ ૫૨ ટકા અને ૪૯ ટકા ઓછો છો, જે મોટો ઘટાડો છે. હાલમાં આવેલી આ બીજી રિપોર્ટ છે જેમાં ઈશારો કરાયો છે કે પતંજલિએ પોતાના શિખરને આંબી લીધું છે. પાછલા અઠવાડિયે ક્રેડિટ લુઈસએ પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે નાણાંકિય વર્ષ ૨૦૧૮માં પતંજલિનો સેલ્સ ગ્રોથમાં ૪ વર્ષ બાદ વધારો નથી થયો. તેનાથી પાછલા નાણાંકીય વર્ષે કંપની ૧૦૦ ટકા સીએજીઆરથી ગ્રોથ મેળવી રહી હતી. જોકે ક્રેડિટ લુઈસએ પતંજલિની એકચુઅલ સેલ્સ અને ગ્રોથ નંબરને લઈને કોઈ આંકડો નથી આપ્યો. પતંજલિના પ્રવકતા એસ કે તિજારાવાલાએ જણાવ્યું કે, એફએમસીજી સેકટરમાં પતંજલિ સૌથી વધારે ચર્ચિત કંપની રહી છે. હવે માર્કેટમાં આ બ્રાંડ સ્થાપિત થઈ ગઈ છે. અમારા માર્કેટ શેરમાં વધારો થઈ રહ્યો છે. અમે બીજી એફએમસીજી કંપનીઓ બરાબર ગ્રોથ મેળવી રહ્યા છીએ. તેમણે કહ્યું, પતંજલિએ થોડા જ વર્ષોમાં કન્ઝયુમર ફેસિંગ આયુર્વેદિક બિઝનેસ ઊભું કર્યું છે. અમે સ્થાપિત મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને બધી કેટેગરીમાં ટક્કર આપી છે. ૧૯૯૭માં એક નાની ફાર્મેસીથી શરૂઆત કરનારી પતંજલિ પાસે હાલમા બે ડઝનથી વધારે મેનસ્ટ્રીમ એફએમસીજી પ્રોડકટ્સ છે. તેમાંથી ટૂથપેસ્ટ, શેમ્પૂ અને બીજા પર્સનલકેર પ્રોડકટ્સથી લઈને કોર્નફલેકસ અને મિનિટોમાં બનતા નૂડલ્સ જેવા ફૂડ શામેલ છે. કંપનીનો આ વર્ષનો સેલ્સ ૧૦,૫૦૦ કરોડ રૂપિયા રહ્યો. પતંજલિની સફળતામાં સૌથી મોટો ફાળો તેમના હર્બલ, આયુર્વેદિક અને નેચુરલ પ્રોડકટ રહ્યા. કન્ઝયુમર ગુડ્સ માર્કેટના કુલ વેચાણમાં આ કેટેગરીનો ૧૦ ટકા હિસ્સો છે. નાણાંકિય વર્ષ ૨૦૧૩દ્મક ૨૦૧૮ વચ્ચે આ કેટેગરીની વાર્ષિક ગ્રોથ ૨૧ ટકા રહી, જયારે તેના મુકાબલે એફએમસીજી સેકટરની વાર્ષિક ગ્રોથ ૧૧ ટકા રહી. એકસપર્ટ્સનું માનવું છે કે પતંજલિની ગ્રોથ પાછળ નવીનતા, બાબા રામદેવના પ્રશંસકો દ્વારા તેનો ઉપયોગ, વ્યાજબી કિંમત સાથે ઝડપથી વિવિધ કેટેગરીમાં એન્ટ્રી જેવા કારણો છે. બ્રોકરેજ ફર્મ એમ્બિટની રિપોર્ટ મુજબ પાછલા એક વર્ષમાં માત્ર ટૂથપેસ્ટ અને મધની કેટેગરી છે, જેમાં પતંજલિનો માર્કેટ શેર વધ્યો છે. તો સાબુ અને એડિબલ ઓઈલનો માર્કેટ શેર પહેલા જેવો છે. હેર ઓઈલ, શેમ્પૂ અને બટર સેગમેન્ટમાં કંપનીનો માર્કેટ શેર ઘટ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.