મુંબઈઃ યોગ કાર્યક્રમોમાં બાબા રામદેવની સાથે દેખાતા તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણનું નામ હવે દેશના ટોચના અમીરોમાં સામેલ થઈ ગયું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે પણ સૌથી અમીર ભારતીય છે. છેલ્લા છ વર્ષથી ધનિકોની યાદી તૈયાર કરી કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘એફએમસીજી કંપની પતંજલિના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બાલકૃષ્ણ હવે દેશના ટોપ 10 ધનિકોમાં સમાવેશ થઈ ગયો છે.’
ગત વર્ષે પતંજલિનો બિઝનેસ 10,561 કરોડ રૂપિયા પર પહોંચી હતી. તે ઘણી વિદેશી બ્રાન્ડને પણ ટક્કર આપી રહી છે. મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય છે. વૈશ્વિક સ્તર પર પહેલી વખત ટોપ 15માં જગ્યા બનાવવામાં તેઓ સફળ રહ્યા છે. શેર માર્કેટમાં આવેલા ઉછાળાને કારણે રિલાયન્સના શેરનો ભાવ વધી ગયો છે. જેનાથી અંબાણીની સંપતિ 58 ટકા વધી 2570 અરબ રૂપિયા પર પહોંચી ગઈ છે.
રિયલ સેક્ટરમાં નવા બિઝનેસમેન દમાણીએ મોટો જમ્પ મારીને ટોપ 10માં એન્ટ્રી કરી છે. તેમની સંપતિમાં 320 ટકાનો વધારો થયો છે. એવેન્યુ સુપરમાર્કેટની યાદીમાં આઠ નવા લોકોને જગ્યા મળી. બાલકૃષ્ણ ગત વર્ષે 25માં સ્થાન પર હતા જેઓ આ વખતે 8માં સ્થાને પહોંચ્યા છે. તેમની સંપતિ 173 ટકા વધી 70 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.