અમદાવાદ : વિશ્વ બિલિયર્ડસ ચૈમ્પિયનશિપમાં ભારતના દિગ્ગજ ખેલાડી પંકજ અડવાણીએ શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડના માઇક રસેલને હરાવીને કારકિર્દીનુ 17મું વિશ્વ ખિતાબ પોતાના નામે કર્યું હતું. પંકજ અડવાણીએ રસેલને 6-2(0-155, 150-128, 92-151, 151-6, 151-0, 150-21) થી હાર આપી હતી અને આ રીતે તે 150 થી વધુ ફ્રેમ સાથે પોતાનો ખિતાબ જીત્યો હતો.
પંકજ અડવાણીએ ગત વર્ષે બેંગલોરમાં પણ ખિતાબ જીત્યો હતો. જોકે પંકજની બેસ્ટ ઓફ 11 પ્રારૂપમાં શરૂઆત સારી રહી ન હતી અને રસેલે 155ના શાનદાર બ્રેક સાથે શરૂઆત કરી હતી. પણ પંકજે ત્યાર બાદની ફ્રેમ જીતીને સ્કોર બરોબર કરી દીધો હતો. પરંતુ ત્યાર બાદ રસેલે વળતી લડત આપતા 84 અને 67ના બ્રેકથી ફરી લડત આપી હતી. જોકે ત્યાર બાદ પંકજ અડવાણીએ વળતી લડત આપતા સતત 5 ફ્રેમ જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પહેલા સેમી ફાઇનલમાં પંકજ અડવાણીએ ગુજરાતના રૂપેશ શાહને 5-2 થી હાર આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.