પંજાબ નેશનલ બેન્કમાં થયેલા મહાકૌભાંડ બાદ બેન્કમાં પૈસા મૂકવા અંગે સામાન્ય જનતાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તેમની ચિંતા ત્યારે વધી જાય છે જ્યારે તેમને જાણ થાય છે કે આવા કૌભાંડોમાં બેન્ક કર્મચારીઓનો પણ હાથ છે. જો કે દરેક બેન્ક પોતના સ્તર પર એવી વ્યવસ્થા રાખે થે જેના દ્વારા તમે બેન્કની સેવાથી સંતુષ્ટ ન હોય અને તમે વધુ સારી સેવા મેળવવા માંગતા હોય તો તમે ફરિયાદ કરી શકો છો. અથવા જો તમે કોઇ બેન્ક કર્મચારી તમને સંતોષકારક સેવા ન આપે તો પણ તમે તેની ફરિયાદ કરી શકો છો.
ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે મોટાભાગની બેન્કના ગ્રીવેન્સ રિડરેસલ ફૉરમ હોય છે. આ ઉપરાંત એપીલેટ ઑથોરિટીઝ પણ ફરિયાદના કેસને ઉકેલવાનું કામ કરે છે.
તમે જે બેન્કના ગ્રાહક હોવ તે બેન્કનો ગ્રીવેન્સ રિડરેસલ નંબર જાણી લો. કેટલીક બેન્ક આ સુવિધા આપે છે કે તમે ઑનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકો છો. અમે તમને મુખ્ય 5 બેન્કોની ફરિયાદના નિવારણને લઇને કરવામાં આવેલી વ્યવસ્થા અંગે જણાવી રહ્યાં છીએ.
ભારતીય સ્ટેટ બેન્ક (SBI)
ભારતીય સ્ટેટ બેન્ક અનુસાર જો તમને બેન્કની કોઇપણ બ્રાન્ચ સામે ફરિયાદ હોય અથવા તમે બ્રાન્ચના કોઇ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવા ઇચ્છતાં હોય તો તમે તે અંગે બ્રાન્ચ મેનેજરને જાણ કરી શકો છો. સાથે જ તમે 1800-425-3800 અથવા 1800-11-22-22 ટોલ ફ્રી નંબર પર કૉલ પણ કરી શકો છો. સાથે જ તમે એસએમએશ દ્વારા ફરિયાદ નોંધાવવાની સુવિધા પણ પે છે. તેના માટે તમારે ‘UNHAPPY’ મેસેજ ટાઇપ કરીને 8008202020 નંબર પર મોકલવાનો રહેશે. તમને ઑનલાઇન ફિડબેક આપવામાં આવી શકે છે. જો તમારી ફરિયાદનું નિવારણ 10 દિવસની અંદર ન આવે તો તમે નેટવર્ક નોડલ ઑફિસરને પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેનને ફરિયાદ કરવાનો અધિકાર પણ ધરાવો છો.
પંજાબ નેશનલ બેન્ક (PNB)
દેશની બીજી સૌથી મોટી બેન્કમાં પણ તમને આ સુવિધા આપવામાં આવે છે. પીએનબીએ પણ ફરિયાદોનો ઉકેલ લાવવા માટે વ્યવસ્થા કરી છે. ફરિયાદ નોંધાવવાની દિશામાં પહેલું પગલું એ છે કે બેન્કના કસ્ટમર કેરને સંપર્ક કરો અને તેને તમારી જે-તે ફરિયાદ અંગે જણાવો. જો તે છી પણ તમારી ફરિયાદનો ઉકેલ ન આવે તો તમે બેન્કના અપીલેટ ઑથારિટીનો સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી આપો. પીએનબીએ દરેક શહેર અનુસાર એપીલેટ ઓથોરિટીને સંપર્ક સાધવાની સંપૂર્ણ વિગત આપી છે. તમે પીએનબીની વેબસાઇટ પર આ વિગત મેળવી શકો છો.
ICICI બેન્ક
આઇસીઆઇસીઆઇ બેન્કમાં તમે ઓનલાઇન ફરિયાદ કરી શકો છો. તેના માટે બેન્કની વેબસાઇટ પર ફિડબેક પેજ પર જાઓ. અહી તમને સર્વિસ રિકવેસ્ટ, ફરિયાદ અને સૂચનો જેવા વિકલ્પો આપવામાં આવ્યાં છે. તમે https://www.icicibank.com/feedback.page પર જઇને પણ ડાયરેક્ટ આ પેજ પર જઇ શકો છો.
HDFC બેન્ક
એચડીએફસી બેન્કે પણ ફરિયાદ માટે ઓનલાઇન વ્યવસ્થા તૈયાર કરી છે. આ સાથે જ તમે તેના નોડલ ઓફિસરને પણ ફરિયાદ કરી શકો છો. નોડલ ઓફિસર અંગેની વિગત તમને બેન્કની વેબસાઇટ પર મળી જશે. તેના માટે ttps://www.hdfcbank.com/assets/popuppages/nodal_officers.html?openpopupinside=yes પર ક્લિક કરી નોડલ ઓફિસર અંગેની જાણકારી મેળવી શકો છો.
યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા
યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પણ અન્ય બેન્કોની જેમ જ ઓનલાઇન ફરિયાદની સુવિધા આપે છે. આ ઉપરાંચ બેન્કે પોતાની સાઇટ પર પોતાના ચીફ ગ્રીવેન્સ ઓફિસરનો નંબર, ઇમેઇલ આઇડી અને એડ્રેસ આપ્યું.