અમદાવાદ :- રાહુલ ગાંધીની ગાંધીનગરની મુલાકાત બાદ ભાજપ વધુ સક્રિય થયો છે. મહત્વની જાહેરાતો આપી આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના નાયબ વડાપ્રધાન મહત્વની જાહેરાતો કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની મુલાકાત બાદ રાજ્ય સરકારે બોર્ડ નિગમની અધ્યક્ષની જાહેરાત કરી. જેમાં પાટીદારો અને ઓબીસી નેતાઓને રીતસરની લહાણી કરવામાં આવી હતી.
એક બાજુ કૉંગ્રેસ દાવપેચ રમી ભાજપને નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.તો બીજી બાજુ ભાજપને સાંસદોને ખરીદવાનો મુદ્દો પોતાના પગ પર કુહાડો મારવા સમાન સાબિત થઈ રહ્યો છે. રેશ્મા અને વરુણની પીસીને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અમિત શાહ વધુ બે દિવસ ગુજરાતમાં રોકાયા છે.
વિવાદ અને વિખવાદ વચ્ચે આજે રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ પર સૌ કોઈની નજર રહેશે. ત્યારે જોવું રહ્યું કે તેઓ આજે કઇ મહત્વની જાહેર કરશે.