ટેનીસ જગતના નંબર 1 ખેલાડી સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલને ઇજા પહોંચવાના કારણે પેરિસ માસ્ટર્સમાંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે. ઉરુગ્વેના પાબ્લો કુએવાસને માત આપ્યા બાદ ગુરુવારે રાત્રે નડાલે કહ્યું હતું કે તેમના ઘુંટણમાં ઇજા થઇ છે.
ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સાથે મુકાબલો કરનાર નડાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું આજે જેવો છું તેમાં મારી જાતે ત્રણથી વધુ મેચ રમવાને યોગ્ય નથીં ગણતો. તેમણે કહ્યું કે ઘુંટણના દર્દ થઇ રહ્યું છે ઘણીવાર સ્થિતિ અસહનિય બની જાય છે.
વર્લ્ડના નંબર વન ટેનિસ ખેલાડી નડાલનું વર્ષ 2017 શાનદાર રહ્યું. તે આ વર્ષે બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું. 16 વારના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રાફેલ નડાલે એટીપી ફાનલ્સને ધ્યાનમાં રાખીને કહ્યું કે મારા માટે તે માત્ર લંડનની વાત નથીં. આ લાંબા સમયની વાત છે. એટીપી ફાઇનલ્સ 12 થી 19 નવેમ્બર સુધી લંડનમાં રમવામાં આવશે.