વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાલકોટરા સ્ટેડિયમ ખાતે બોર્ડની એક્ઝામ પહેલાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા વિશેની ચર્ચા કરી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, હું તમારો મિત્ર છું અને ત્યારપછી તેમણે પરીક્ષા વિશેની ચર્ચા શરૂ કરી હતી. મોદીએ પોતાના વિદ્યાર્થીકાળની પણ વાત કહી હતી. મોદીએ ગુરુમંત્ર આપતા કહ્યું કે, ફોકસ કરવું હોય તો ડી-ફોકસ કરતા શીખી જાઓ, જો તમે પ્રયાસ કરશો તો તમારો આત્મવિશ્વાસ વધશે. તેમણે એમ પણ કહ્યું કે, પરીક્ષા પહેલાં કર્ફ્યૂ જેવું વાતાવરણ ન બનાવો.
– કોઈની સાથે પ્રતિ સ્પર્ધામાં ન જાવ, પોતાની સાથે અનુસ્પર્ધા કરો
– સતત પ્રયાસ કરવાથી આત્મવિશ્વાસ વધે છે.
– આ PMનો નહી, કરોડો વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે
– PM મોદીએ કેનેડાના સ્નો બોર્ડના ખેલાડીનું ઉદાહરણ આપ્યું
– સફળતા માટે આત્મવિશ્વાસ મહત્વનો છે
– આત્મવિશ્વાસ દરેક પળે પ્રયાસ કરવાથી આવે છે
– વિદ્યાર્થીઓ નંબર પાછળ ન ભાગે, વાંચન પર ધ્યાન કેન્દ્રીત કરો
– જ્યાં છીએ તેનાથી આગળ વધવાના નિરંતર પ્રયત્નો કરવા જોઈએ
-વિદ્યાર્થીઓ તણાવ મુક્ત પરીક્ષા આપવા માટે પ્રશ્નો કરી રહ્યા છે
– આત્મવિશ્વાસ દરેક પળે પ્રયાસ કરવાથી આવે છે
– મારા બધા શિક્ષકોને નમન કરૂ છું : નરેન્દ્ર મોદી
– આપણે દરેક પળે કસોટીથી કસાવાની આદત રાખવી જોઈએ
– સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે પોતાની જાતને ઓછી ન સમજવી
– વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સરસ્વતિની પૂજા કરે છે
-જ્યારે પરિક્ષા આપવા જાય છે ત્યારે વિદ્યાર્થીઓ હનુમાનજીને પૂજે છે
-આત્મવિશ્વાસ નહી હોય તો ભગવાન પણ મદદે નથી આવતા
– બાળકો ભૂલી જાય કે હું PM છું
-તમે દેશના PM સાથે નહી તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો
– વિદ્યાર્થીઓ નંબર પાછળ ન ભાગે, વાંચન પર ધ્યાન કેન્દ્રીત કરો
– આજે મારી પરીક્ષા છે, તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો
– હું દેશના ટેલિવિઝન માધ્યમોનો આભાર માનું છુ
– મારા બધાજ શિક્ષકોનો હું આભાર માનુ છુ
– આ કાર્યક્રમ દેશના વિદ્યાર્થીઓ માટે છે
– આજે મારી પરિક્ષા થઈ રહી છે : PM મોદી