મહેસાણાઃ અત્યારે નાની નાની બાબતોમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ કરતા લોકો ખચકાતા નથી. ત્યારે મહેસાણા જિલ્લામાં આવો જ એક કિસ્સો આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે પતિ કામકાજ ન કરતો હોવાથી પત્નીએ ઠપકો આપ્યો હતો. જેના કારણે વિફરેલા પતિએ કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરી હતી હતી.
મળતી માહિતી પ્રમાણે વિજાપુર તાલુકાના કંગઇપુરા નાની (ખરોડ) ગામે કામધંધા વિના રખડવા બાબતે ઠપકો આપનાર પત્નીને વિફરેલા પતિએ ખાટલામાં જ કુહાડીના 7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ ચકચાર જગાવી હતી.
લાડોલ પોલીસે હત્યારા પતિને પકડી શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.કંગઇપુરા નાની (ખરોડ) ગામનો કડવાજી શંભુજી ઠાકોર ધંધો કરતો ન હોવાથી પત્ની સાથે અવાર નવાર ઝઘડો થતો હતો. પતિ કોઇ અઘટીત પગલું ભરી લેશે તેવી આશંકા સાથે તેનો પડછાયો બનીને રહેતી પત્નીને કાસળ કાઢી નાખવા પતિ કડવાજી ઠાકોરે પ્લાન બનાવ્યો હતો.
38 વર્ષની કંકુબેન ખાટલામાં સૂઇ રહી હતી, ત્યારે કડવાજીએ તેના માથા, હાથ અને શરીરના અન્ય ભાગોએ કુહાડીના 7 ઘા મારી હત્યા કરી હતી. હત્યારા કડવાજીએ ગુસ્સામાં આવીને કુહાડી વડે કરેલા હુમલામાં મહિલાના શરીરના બેથી વધુ કટકા થઇ ગયા હતા.
આ બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી લાડોલ પોલીસે પત્નીના હત્યારા કડવાજી શંભુજી ઠાકોરની ધરપકડ કરી શનિવારે વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.