આહવાને આંગણે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને સથવારે ડાંગના ભાતિગળ લોકમેળાનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે તા.૧૬મી માર્ચ,૨૦૧૯નાં દિવસે ભવ્ય ઉદ્ધાટન કરાશે, તે પૂર્વે ડાંગના માજી રાજવીઓની પૂર્ણ આન, બાન,અને શાન સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયુ છે. તેમ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે ઉદ્ધાટન કાર્યક્રમ સહિત સતત ચાર દિવસો સુધી યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ધડી કાઢવા માટે આયોજિત બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.
તા.૧૬ થી ૧૯ માર્ચ, ૨૦૧૯નાં દિવસો દરમિયાન આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત કરાયેલા પરંપરાગત ભાતીગળ લોકમેળાના કાર્યક્રમો માટે રચાયેલી વિવિધ સમિતિઓનેસોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર ડામોરે આ લોકમેળામાં આવનારી હજારોની જનમેદની માટેની પાયાકિય સુવિધાઓ બાબતે સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામાં આવતા નાના-મોટા વેપારીઓ, ધંધાર્થીઓ સહિત જુદી જુદી મનોરંજક રાઇડ્સ માટેના પ્લોટની ફાળવણી ઉપરાંત, મહાનુભાવો સાથે પ્રજાજનોની સલામતી અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ સૂપેરે જળવાઇ રહે તે માટેનો એકશન પ્લાન ધડી કાઢવાની સૂચના પણ કલેક્ટર એન.કે.ડામોરે આ વેળા આપી હતી.
મેળો મ્હાલવા આવતા પ્રજાજનોના વાહનો સાથે જાહેર પરિવહનના વાહનો માટે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા સાથે જરૂરી ડાયવર્ઝનની વ્યવસ્થા સંબંધિત ચર્ચા કરવા સાથે કલેક્ટરે મેળાવાસીઓને સતત ચાર દિવાસો સુધી મનોરંજન પુરૂ પાડવા માટે પધારનારા જુદા જુદાસાંસ્કૃતિક કાર્યક્રમો-ટુકડીઓના કલાકારો માટેની નિવાસ વ્યવસ્થા સાથે આનુષાંગિક વ્યવસ્થાઓનું પણ સૂચારુ આયોજન ગોઠવવા બાબતે માર્ગદર્શન પુરુ પાડયુ હતું. દરમિયાન આહવા નગરની સ્વચ્છતા સહિત જરૂરી શૌચાલય, પીવાના પાણી જેવી બાબતે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. કલેક્ટર એન.કે.ડામોરે મેળામાં ઉમટતી ગ્રામીણ પ્રજાને માટેઆગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને મતદાર જાગૃતિ અભિયાનની કામગીરી સાથે ઇ.વી.એમ. નિદર્શનની કામગીરી હાથ ધરવા પણ અનુરોધ કર્યો હતો. ડાંગના માજી રાજવીઓને બાઅદબ પોલિટિકલ પેન્શન એનાયત કરવાની ઐતિહાસિક કામગીરી સાથે, રાજવીઓ તેમના ભાઈબંધો અને પરિવારજનોના લાયઝનિંગ સહિત મહાનુભાવો માટેની વ્યવસ્થાઓ સહિતની કામગીરી માટે પણ કલેક્ટર ડામોરે સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી.
ડાંગના આંગણે યોજાનારા આ ઐતિહાસિક પર્વની મહત્તા સમજી તેની પરિમાપૂર્ણ ઉજવણીથાય તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરતા કલેક્ટર ડામોરે સંબંધિત અધિકારીઓ તથાફરજનિયુક્ત કર્મચારીઓને ખૂબ જ ચોક્સાઇ અને સંવેદનશીલતા સાથે તેમને સોંપવામાં આવેલી કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી. ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાની સાથેઆહવા ખાતે યોજાશે ત્રીજો ઇકો મેળો ડાંગ જિલ્લાની પ્રાથમિકથી લઇને ઉચ્ચત્તર માધ્યમિક સુધીની કુલ ૩૨ શાળાઓ પર્યાવરણીય કૃતિઓના નિદર્શન સાથે ઇકો મેળામાં ભાગ લેશે. પ્રતિ વર્ષ હોળી-ધૂળેટી સમીપે ડાંગ જિલ્લાનામુખ્ય વહિવટી મથક આહવા ખાતે યોજાતા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળા દરમિયાન, ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તથા ડાંગ વન વિભાગ, અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાતા ઇકો મેળામાં, આ વર્ષે જિલ્લાની પ્રાથમિકથી લઇને ઉચ્ચત્તર માધ્યમિક સુધીની કુલ-૩૨ શાળાઓ ભાગ લેશે.
જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારાના જણાવ્યા અનુસાર આહવા ખાતે યોજાનારા આ ત્રીજા ઇકો મેળામાં પસંદગીની ૩ર શાળાઓ દ્વારા પર્યાવરણિય કૃતિઓના નિદર્શન સાથે ઇકો ક્લબની પ્રવૃતી ઓની ઝાંખી રજુ કરાશે. ભાગ લેનારી શાળાઓ પૈકીશ્રેષ્ઠ નિદર્શન રજુ કરનારી પ્રથમ ત્રણ શાળાઓને રોકડ પારિતોષિકો પણ એનાયત કરાશે. આહવા તાલુકા શાળાના પટાંગણમાં તા.૧૬/૩/ર૦૧૯નાં રોજ સવારે ૯ઃ૩૦ થી સાંજના પ વાગ્યા સુધી આયોજિત એક દિવસીય ઇકો મેળાની મુલાકાતે આહવા નગરની તમામ શાળાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ઇકો મેળાને ગીર ફાઉન્ડેશનના નિયામક મહેતા સહિત વન વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચાધિકારીઓ દ્વારા ખુલ્લો મુકાશે.ડાંગ દરબારના લોકમેળા દરમિયાન આહવા ખાતે યોજાશે ,ગ્રામીણ ઓલમ્પિક્સ તા.૧૬ અને ૧૭ દરમિયાન ડાંગના રમતવીરો તેમનું કૌવત દર્શાવશે આહવા ખાતે પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળા દરમિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલમ્પિક્સનું પણ આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે તા.૧૭ અને ૧૮ માર્ચ, ૨૦૧૯નાં દિવસો દરમિયાન આહવા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ગ્રામીણ ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રમતોત્સવમાં ૧૬ વર્ષ સુધીની વયજુથના શાળામાં અભ્યાસ કરતા વિઘાર્થી-વિઘાર્થીનીઓ માટેની કુલ સાત રમતો સહિત ૧૬ વર્ષથી ઉપરની વય જુથના યુવક-યુવતીઓ માટે અન્ય સાત રમતોનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત ખાસ મહિલાઓ માટે ત્રણ રમતો પણ આયોજિત કરવામાં આવી છે. આહવાના આ ગ્રામીણ ઓલમ્પિક્સનું ઉદ્ધાટન તા.૧૭/૩/ર૦૧૯નાં રોજ સવારે ૧૦ વાગ્યે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના હસ્તે કરાશે. આ વેળા મુખ્ય મહેમાન તરીકે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા તથા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી ઉપસ્થિત રહેશે.