Meena Yasmin: મીના યાસ્મીન
પ્રકરણ-1
બરફમાં કબર
Meena Yasmin: “હમ ઔરતોં કો જીહાદ મેં શામીલ નહીં કરતે. અગર તુમ કો હમારે ગ્રુપ કે સાથ કામ કરના હૈ તો એક કામ હૈ”
Meena Yasmin નજીકમાં પડેલી બે લાશો બતાવીને આતંકી ગ્રુપ લશ્કરે લાફાનીનો ચીફ હકીમ હડ્ડી ચિકન યુવતીને કહે છે. “જાઓ યે દોનોં લાશોં કી બર્ફ મેં કબર બનાદો ઔર ઉન્હેં વહીં દફનાદો”.
યુવતી હકીમ હડ્ડી ચિકનની વાતને સાંભળી કહે છે,
Meena Yasmin “બર્ફ મેં કૈસે દફનાદું ઔર અગર ઔરતેં જીહાદ મેં શામીલ નહીં હોતી હૈં તો મુર્દોં કો દફનાને કા કામ ભી ઔરતેં નહીં કરતી. આપ મુઝે પહેલે અપને ગ્રુપ મેં શામીલ કર લો, મૈં બહોત કુછ કર સકતી હું આપ કે લિએ ઔર કાશ્મીર કે લિએ….
હકીમ હડ્ડી ચિકન ચહેરા પર આછા સ્મિત સાથે કહે છે,
“બહુત બોલતી હો….સિર્ફ બોલતી હી હો યા કામ ભી ઢંગ સે કર લેતી હો..ઠીક હૈ, પહેલે યે બતાઓ કી ક્યા નામ હૈ? કહાં સે આઈ હો ઔર હમારા પતા કીસને દીયા?”
નિડરતાથી યુવતી જવાબ આપે છે,
Meena Yasmin “હકીમ સાહબ, પુરા કાશ્મીર આપ કે નામ સે થર્રાતા હૈ, ઔર આપ તક પહુંચના મુશ્કીલ કામ નહીં થા, મેરે બારે મેં ઈતના બતા દું કી મૈં એક દિહાતી કશ્મીરી લડકી હું, મેરા ઘર નઝદીક કે ગાંવ મેં હૈ, માર્શલ આર્ટ ઔર બંદુક ચલાને મેં માહિર હું, આપ મુઝે આઝમા સકતે હો….કહીં પર ભી, કીસી ભી કામ મેં મુઝે કમઝોર નહીં પાઓગે, ફક્ત એક કામ કે સિવા…”
“વો ક્યા….” હકીમ બોલ્યો..
“કભી ભી જિસ્મ કે સાથ ખેલને કી કોઈ કોશિશ મત કરના, જિસ્મ તો સિર્ફ વતન કી અમાનત હૈ….ઔર વતન પર હી ફના હોનેવાલા હૈ, જિસ્મ નહીં પર જાન દે સકતી હું..આપ ભી તો લશ્કરે લાફાની કે ચીફ હો હકીમ સાહબ, તો જિસ્મ ભી ઉસી તરહ વતન કે લિએ ફના હોને વાલા હૈ….”
“કીસ વતન કી બાત કરતી હો….”
“વહી વતન જીસ કે લિએ હમ લડ રહે હૈં…”
“તુમ બહોત ચાલાક ઔર બાતોં મે હોશિયાર ભી હો…પર મસ્અલા યે હૈ કી હમ તુમ પર એતબાર કૈસે કરે..”
“ઈમ્તિહાન લે લો…”
“અભી-અભી એક ઈમ્તિહાન મેં તુમ નાકામિયાબ હો ગઈ હો, મેરા હુકમ નહીં માના, મૈં ને કહા થા કે યે દોનોં લાશોં કો બર્ફ મેં દફનાદો…તુમને નહીં માના…”
“મૈં નાકામિયાબ નહીં હું, મૈં તો સિર્ફ આપ કે મર્દ ઔર ઔરત કે ફર્ક સે પરદા ઉઠા રહી થી. જો કામ મર્દ કર સકતે હૈં વહીં કામ ઔરતેં ભી કર સકતી હૈ.”
હકીમ હડ્ડી ચિકને યુવતીની તરફ ત્રાંસી આંખે જોતાં કહ્યું…
“હમ જાનતે હૈં કી ઔરતોં કા કામ નહીં હૈ દફન કરના, લેકિન હાલાત કબ ક્યા કરવા સકતે હૈ ઉસ કે લિએ તૈયાર રહેના ઝરુરી હૈ…”
હકીમ હડ્ડી ચિકન કમારામાંથી બહાર નીકળીને બૂમ પાડે છે.
“એય, નૂરે… યે દોનોં કો બરફ કી પહાડીયોં મે દફન કર દો. કીસી કો પતા નહીં ચલના ચાહીએ કે કૌન મરા હૈ. નમાઝે જનાઝા ભી વહીં પઢેંગે….”
હકીમ હડ્ડી ચિકનનો વિશ્વાસુ માણસ એટલે નૂરા ખટ્ટા…નૂરાને હકીમ હડ્ડી ચિકન ક્યાંથી લઈ આવ્યો હતો તે અંગે કાં તો હકીમ હડ્ડી ચિકન જાણતો હતો અથવા નૂરા ખટ્ટા પોતે……
નૂરા ખટ્ટા સાથે બીજા પાંચેક માણસો આવે છે અને બેય લાશોને ઉંચકે છે. એક રુમમાં લઈ જાય છે. ગુસ્લ(સ્નાન) કરાવીને કફન ઓઢાડી લઈ આવે છે. યુવતી બધું ચૂપચાપ જોઈ રહી છે.
અચાનક હકીમ હડ્ડી ચિકન બહાર નીકળતાં નીકળતાં અટકી જાય છે અને યુવતીની તરફ જૂએ છે અને ભારેખમ અવાજમાં પૂછે છે…
“એય લડકી તુમને અબ તક અપના નામ નહીં બતાયા…”
પાસે પડેલી ગન ઉઠાવીને યુવતી કહે છે,
“મેરા નામ મીના યાસ્મીન હૈ…”
હકીમ હડ્ડી ચિકન નામ સાંભળી ચોંકી જાય છે. તે ઝપડથી તેની પાસે આવે છે.
“વલ્લાહ…વલ્લાહ….તુમ હો મીના યાસ્મીન…..મેરા કામ આસાન હો ગયા….એય નૂરે, ફખરુ, યે લડકી મીના યાસ્મીન હૈ…જાનતે હો ઈસ લડકી કે બારે મેં…”
બધા નકારમાં ડોકું હલાવે છે.
“ક્યા ખાક જાનોગે….મૈં બતાઉંગા કી યે લડકી હૈ કૌન…”
હકીમ બહાર નીકળે છે. બેઉ યુવાનોની મય્યત પાસે જાય છે. નમાઝે જનાઝા અદા કરીને બન્ને યુવાનોને બરફમાં પેટાળમાં દફનાવી દેવામાં આવે છે. ફાતેહા પઢીને હકીમ હડ્ડી ચિકન ફરીને કહે છે….
“જહાં તક યે બર્ફ કી ચાદર દિખાઈ દેતી હૈ, એક તરહ સે યે બર્ફ કા કબ્રસ્તાન ભી હૈ. કઈ મુજાહીદોં કી ઈસ બર્ફ કે નીચે કબ્રેં બની હુઈ હૈ. યે વાદીયાં જીતની ખૂબસૂરત દિખાઈ દેતી હૈ ઉતની હી ખૌફનાક ભી હૈ, લોગ કાશ્મીર કો જન્નત કહેતે હૈ, લેકિન અબ જન્નત કા જનાઝા નિકલેગા…”
પોતાના સાથીઓને મોટા અવાજે સંબોઘે છે…”કાશ્મીર….જાનતે હો, કાશ્મીર યાની ક્યા…કા કા મતલબ હોતા હૈ પાની ઔર શમીર કા મતલબ હોતાએ સુખાપન…હમ કાશ્મીર કો આંસુઓ કે પાની સે ભર દેંગે ઔર ઔલાદ કે લિએ માઓં કી ગોદ કો સુખા દેંગે…”
(આતંકી ગ્રુપ્સ પોતાની જાતને મુજાહીદ (યોદ્વા) ગણાવે છે. નવલકથામા સંવાદ અને પાત્રનાં આધારે શબ્દ મુજાહીદનો પ્રયોગ કરવામાં આવ્યો છે.)
મીના યાસ્મીન ઘરમાંથી બહાર નીકળે છે. ધીમે ડગલે એ એક તરફ જતી રહે છે અને ચિનારના વૃક્ષની આડમાં ટેકાથી ઉભી રહે છે. તે ચૂપચાપ સમગ્ર વિધિ અને હકીમ શું બોલી રહ્યો છે તે સાંભળતી રહે છે.
પોતાના સાગરિતો સાથે વાત કરીને હકીમ મીના યાસ્મીન પાસે આવે છે.
આમ તો મહિલાઓનું કામ આ લડાઈમાં નથી પરંતુ મીના યાસ્મીનનો હૂનર અને જે જાણકારી મને મળી છે તે પ્રમાણે એક કામ છે અને તે કામ અમારા ઘાયલ સાથીઓનો ઈલાજ કરવાનો છે. બોલ,તારાથી થઈ શકશે….
મીના યાસ્મીન પળનો પણ વિલંબ કર્યા વિના કહે છે…
“બિલ્કુલ હકીમ સાહેબ….તમારો હુકમ મારા માથે….મીના ક્યારેય પણ તમને નિરાશ નહીં કરે…”
“તો લાગી જા કામે…બાકીની વાતો પછી કરીશું….”
હકીમ સાથે મીના અને સાગરિતો ત્યાંથી રવાના થાય છે. ઘાટીના ઉટપટાંગ, ઉબડખાબડ ડૂંગરો પરથી ચાલતા ચાલતા તેઓ લાકડાના ઘર પાસે આવીને અટકી જાય છે. હકીમ તેના સાગરિતોને બીજી તરફ મોકલે છે અને મીના યાસ્મીનને પોતાની સાથે ચાલવાનો ઈશારો કરે છે. મીના તેની સાથે ચાલવા લાગે છે.
રસ્તામાં ચાલતી વખતે હકીમ મીનાને કહે છે, “કાશ્મીર માટે લડવું એટલે જાનને હથેળી પર રાખવા જેવી વાત છે. મેં પહેલા કહ્યું તેમ મીનાના આવી એટલે મારું કામ આસાન થઈ ગયું.. જાણવા માંગે છે એ કામ ક્યું છે…”
મીના હકારમાં માથું હલાવે છે.
“તો સાંભળ…હકીમ કહે છે… એ કામ અધરું છે. અમારા જેટલા મુજાહિદો બરફમાં દટાયા છે એનો અમારે બદલો લેવાનો છે. એક જ વ્યક્તિ અમારા માટે સૌથી વધુ જોખમરુપ બની ગઈ છે…”
મીના કહે છે”…કોણ…??”
“એના વિશે મને ઝાઝી ખબર નથી, આર્મીમાં છે કે પોલીસમાં છે કે પછી અંડર કવર એજન્ટ છે, પણ એટલી ચોક્કસ ખબર છે કે એ મહિલા છે અને અને તેનું નામ વિતસ્તા બેદી છે.”
મીના યાસ્મીન ચોંકી જઈ આશ્ચર્યચક્તિ થઈને પૂછે છે….
“વિતસ્તા બેદી???”
(ક્રમશ:)
(disclaimer: આ નવલકથાના પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે અને કોઈ ઘટના કે નામ સાથે સંબંધિત નથી. જો કોઈ નામ કે ઘટના સાથે સંબંધિત થાય છે તો એ યોગાનુયોગ રહેશે.)