ભારતની સ્ટાર મહિલા બોક્સર મૈરીકૉમએ શાનદાર પ્રદર્શન કરતા એશિયન મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મૈરીકૉમએ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની મેંગ ચિએ પિનને હરાવી 48 કિગ્રા લાઇટ ફ્લાવેટ વર્ગના અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. PTI અનુસાર 34 વર્ષિય મૈરીકૉમે આ ટૂર્નામેન્ટની ગત ચરણોમાં ચાર ગોલ્ડ અને એક રજક મેડલ જીત્યો છે અને હવે સેમીફાઇનલમાં તેનો સામનો જાપાનની સુબાસા કોમુરા સાથે થશે.
બંને મુક્કાબાજો એકબીજા પર પ્રારંભિક ત્રણ મિનિટમાં વધુ હુમલા કરી શક્યા ન હતા, અને બીજા રાઉન્ડમાં બંનેએ થોડી આક્રમકતા બતાવી હતી. મૈરીકૉમએ પોતાની રમતમાં સુધારો કરતા ચીની તાઇપેની મુક્કેબાજને હરાવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, તાઇપેની બોક્સર મૈરીકૉમથી લાંબી પણ હતી અને તેણે સૌથી પહેલા આક્રમક હુમલો શરૂ કર્યો હતો. આખરે તાઇપેની ચેહ પિનને હરાવી મૈરીકૉમે શાનદાર જીત હાંસલ કરી હતી.