કરણી સેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધમાં કંગનાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મણિકર્ણિકાના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગનાએ જણાવ્યું કે હું ક્યારેય કોઇની માફી નથી માંગતી, જ્યારે મારી કોઇ ભૂલ નથી તો હું શા માટે માફી માંગુ. અમે આશ્વાસન આપ્યું છે કે ફિલ્મમાં કંઇ ખોટુ દર્શાવવામાં નથઈ આવ્યું, તો તેમણે અમારો સહયોગ કરવો જોઇએ.
ફિલ્મ વિશે કંગનાએ કહ્યું કે,મણિકર્ણિકા ભારતની દિકરીની ફિલ્મ છે. આપણે સાથે મળીને ફિલ્મને આગળ વધારવી જોઇએ. તે મારી એકલીની સંબંધી તો નથી, તે સમગ્ર દેશની દિકરી છે. મારા માટે પણ તે એટલું જ મહત્વ ધરાવે છે જેટલું બીજા માટે. આ જ કારણે કરણી સેનાએ મારો સાથ આપવો જોઇએ. સેનાએ આ ફાલતુનો મુદ્દો ઉઠાવાની જરૂર નથી. હું અહીં કોઇની માફી માંગવા નથી બેઠી.
જણાવી દઇ કે મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રેસિડેન્ટ અજય સિંહ સેંગરે કંગનાની ફિલ્મોના સેટ સળગાવી નાંખવાની ધમકી આપી છે. સાથે જ કહ્યું છે કે જો કંગના કરણી સેનાને ધમકાવશે તો તે કંગનાનું મહારાષ્ટ્રમાં હરવા-ફરવાનું પણ હરામ કરી નાંખશે.