બાર્સેલોના : સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાના લાયોનલ મેસ્સીએ પોતાના એવોર્ડની યાદીમાં વધુ બે એવોર્ડનો ઉમેરો કર્યો છે. તેને સ્પેનિશ સ્પોર્ટ્સ અખબાર માર્કા તરફથી પિચિચી એવોર્ડ તથા આલ્ફ્રેડો ડી સ્ટેફાનો એવોર્ડ મળ્યો હતો. લા લીગાની 2016-17ની સિઝનમાં સૌથી વધારે ગોલ કરવા બદલ તેને પિચિચી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત તેને સિઝનના બેસ્ટ પ્લેયર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. બાર્સેલોનાના અન્ય ખેલાડી આન્દ્રેસ ઇનિએસ્તાને સ્પેનના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
